રાજકોટ રિજિયોનલ વેક્સિન સ્ટોર મારફત 8 જિલ્લાના 442 સ્ટોર તેમજ કોલ્ડ ચેન પોઈન્ટ પર વેક્સિન સપ્લાય કરવામાં આવશે જેના માટે સ્ટોરેજ કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં માઈનસ 15થી 25 સેન્ટીગ્રેટ તાપમાને 1 લાખ વાયલ અને પ્લસ 2થી 8 સેન્ટીગ્રેટે 2 લાખ વાયલની ક્ષમતા રાખવામા આવી છે.
વેક્સિન સ્ટોરમાં પ્લસ 2થી 8 સેન્ટીગ્રેટ તાપમાનમાં સ્ટોર કરવા માટે બે વોક ઈન કુલર અને 3 આઈસ લાઈન રેફ્રિજરેટર કાર્યરત છે વેક્સિન આવતા પેહલા તમામ તૈયારી ઓ પૂર્ણ કરવાં આવી છે આ ઉપરણ સર્વે માટે પણ ટીમ તૈયાર કરવામાં આવી જેના દ્વારા હાલ સર્વે કરવામાં આવિ રહયો છે