ઈશ્વરિય અંશના હસ્તે પ્રકૃતિનું રોપણ કેટલું સુંદર લાગે. આજે જ્યારે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ સહિતની અનેક સમસ્યાઓ છે ત્યારે આપણો પ્રયાસ હોય બને તેટલી હરિયાળી આ ધરતીને બનાવીએ. અને નાનકડા ભૂલકાઓ ઈશ્વરનો અંશ પણ આ ભગીરથ કાર્યમાં જોડાઈ ત્યારે તેની સુંદરતા કઈક અલગ જ હોય છે.

રાજકોટમાં 4 વર્ષની મિશ્વા ધવલભાઈ સંઘાણીએ પોતાના જન્મદિવસે પ્રકૃતિ સાથે જોડાઈને જન્મદિવસની ઉજવણી કરી. 7-9-2025ના આવતા પોતાના જન્મદિવસ પર જાતે જ માટીને મઠારી તેમાં પાણી પીવડાવી અને તુલસીના છોડનું રોપણ કર્યું. સોમવારના દિવસે પોતાના જ હાથે આ રોપનું પ્રિ સ્કૂલ રામેશ્વરમમાં ભણતા પોતાના સહાધ્યાયીઓને વિતરણ કર્યું.

નાનપણથી પ્રકૃતિ સાથેનો મિશ્વા સંઘાણીનો લગાવ જોઈને લાગે કે જો દરેક બાળક આ રીતે પર્યાવરણ તરફ વળશે તો આપણે કદાચ પર્યાવરણીય સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે. રાજકોટની રામેશ્વર પ્રિ સ્કુલના સંચાલકોએ પણ મિશ્વાના આ પ્રયાસને વધાવ્યો અને કહ્યું કે મિશ્વાના આ કાર્યથી તો શાળાના શિક્ષકોને પણ પ્રેરણા મળી.