રાજકોટમાં આ વર્ષે ફટાકડાની ખરીદી વધશે : અત્યારથી જ આ ફટાકડાની માંગ વધુ…
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે.દિવાળીનો તહેવાર એટલો મહત્વનો છે કે તેને લઈને દેશભરમાં અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હોય છે. ભારતમાં તથા હવે તો વિદેશોમાં પણ ભારતનો આ તહેવાર લોકો ધૂમધામથી ઉજવે છે. દિવાળીના તહેવારની બધાથી મજાની વાત હોય તો એ છે ફટાકડા.. નાના બાળકોથી લઈને તો મોટેરાઓમાં ફટાકડા ફોડવા નો ઉત્સાહ કંઈક અલગ જ હોય છે ત્યારે વાત કરીએ રાજકોટની તો આ વર્ષે ફટાકડાના ભાવમાં ઘટાડો થયો છે…
રંગીલા રાજકોટની ઉત્સવ પ્રેમી જનતા દરેક તહેવારની તૈયારીઓ અગાઉ શરૂ કરી દે છે. રાજકોટની સદર બજારમાં અવનવી ફટાકડાની વેરાયટીઓ આવ્યા છે. જેમાં ભાજપના પોપઅપ, સાવર ફટાકડા અને મિલ્કીબાર જેવા ફટાકડા ધૂમ મચાવી છે.રાજકોટનું સદર બજાર એટલે ફટાકડાની ખરીદી માટેનું સૌથી જુનુ સ્થળ.રાજકોટના મોટાભાગના લોકો સદર બજારમાંથી ફટાકડાની શોપિંગ કરે.
ફટાકડાના વેપારી જણાવ્યા અનુસાર તેઓ સદર બજારના વેપારી છે.સદર બજાર એટલે રાજકોટની 35 વર્ષ જુની ફટાકડાની બજાર.અહિંયા માત્ર રાજકોટના જ લોકો નહીં પણ સૌરાષ્ટ્રના નાના મોટા વેપારીઓ સહિતના લોકો અહિંયા ફટાકડાની ખરીદી કરવા માટે આવે છે.
માર્કેટમાં જો કોઈ ફટાકડાની ડિમાન્ડ વધારે હોય તો તે છે ભાજપના પોપઅપ ફટાકડા.આ ફટાકડાના બોક્સ પર ભાજપ સરકારના વિકાસના દ્રશ્યો દેખાડવામાં આવ્યાં છે.જેની માંગ અત્યારે સૌથી વધારે છે.આ વખતે બાળકોને સાવર થઈને આકાશમાં જઈને ફુટે તેવા ફટાકડા મળશે.
આ વર્ષ ફટાકડાના ભાવમાં 15થી 20 ટકાનો ઘટાડો આવ્યો છે.રાજકોટની બજારમાં તમને 5 રૂપિયાથી લઈને 15 હજાર રૂપિયા સુધીના ફટાકડા મળી જશે.ફટાકડાનો ભાવ ઘટ્યો હોવાથી વેપારીઓના આશા છે આ વર્ષે લોકો ફટાકડાની ખરીદી વધુ કરશે.
દિવાળીના તહેવારને હજુ 15 દિવસ બાકી છે પણ અત્યારથી જ ફટાકડાની માંગ શરૂ થઈ ગઈ છે.આ વર્ષ ફટાકડામાં પણ અવનવી વેરાયટી આવી છે.જેમ કે મિલ્કીબાર, સિનડ્રોમ અને ભાજપના પોપઅપ ફડાકડા નવા આવ્યાં છે.સાંજ પડતા જ લોકો પોતાના બાળકો સાથે ફટાકડાની ખરીદી કરવા માટે અહિંયા પહોંચી જાય છે.