રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ, આમ આદમી પાર્ટી (AAP) ના નેતા રાઘવ ચઢ્ઢાએ પોતાનો વ્યથા વ્યક્ત કર્યો અને પાર્ટીના નેતૃત્વ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા.

રાઘવ ચઢ્ઢાએ એક વીડિયો જાહેર કરીને તેમણે પ્રશ્ન કર્યો કે પાર્ટી તેમના જાહેર મુદ્દાઓ ઉઠાવવાથી આટલી પરેશાન કેમ છે કે તેઓ તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું, “મને ચૂપ કરવામાં આવ્યો છે, પણ હું હાર્યો નથી. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે તમે બધા મારી સાથે રહો.”


શું મેં કોઈ ગુનો કર્યો છે?”
રાઘવ ચઢ્ઢાએ કહ્યું, “જ્યારે પણ મને સંસદમાં બોલવાની તક મળે છે, ત્યારે હું જાહેર મુદ્દાઓ અને એવા વિષયો ઉઠાવું છું જે સામાન્ય રીતે સંસદમાં ઉઠાવવામાં આવતા નથી. શું જાહેર મુદ્દાઓ ઉઠાવવા એ ગુનો છે? શું મેં કોઈ ગુનો કર્યો છે?” આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને રાઘવ ચઢ્ઢાને સંસદમાં બોલવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો