હવામાન વિભાગે જાહેર કરેલા રેડ એલર્ટની વચ્ચે રવિવારે રાજ્યના દક્ષિણ ભાગમાં મેઘરાજા ઘમધોકાર વરસી પડ્યા હતા. હાલ ચાલી રહેલા નવરાત્રીના ગરબાના રંગમાં ભંગ પડ્યો છે. હવામાન વિભાગે હજુ પણ ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જેના કારણે સવાલ એ છે કે હવે ખેલૈયાઓ ગરબા રમી શકશે કે નહીં?
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ભારે વરસાદ રહેશે. નવરાત્રીના બાકીના નોરતામાં ખેલૈયાઓને ગરબા રમવામાં ભંગ પડી શકે છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા ગાંધીનગર અમદાવાદ બોટાદ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને દીવમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે રાજ્ય માટે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાતા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીની સંભાવના છે. સુરત, નવસારી, વલસાડ સહિત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ લાગુ કરવામાં આવ્યા છે. આ કારણે નવરાત્રીના બાકીના દિવસોમાં ખેલૈયાઓના ઉત્સાહમાં ભંગ પડી શકે એવી સ્થિતિ ઊભી થઈ છે.
અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. જીવરાજપાર્ક, વેજલપુર, વાસણા, સેટેલાઈટ, શિવરંજની, એસજી હાઈવે, બોપલ, ઘુમા, થલતેજ, વસ્ત્રાપુરમાં વરસાદ તૂટી પડ્યો છે. વરસાદ આવતા ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી છે. ગરબાની તૈયારી કરતા ખેલૈયાઓ થયા નિરાશ થયા છે. ડભોઇમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈને આજે ગરબા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા આજે ગરબા બંધ રહેશે. APMC મેદાન ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. 10 હજારથી વધારે ખેલૈયાઓ APMC મેદાનમાં ગરબા રમે છે. ત્યારે આજે ગરબા બંધ રહેતા ખેલૈયાઓ નિરાશ થયા છે.
શહેરમાં વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદે નવરાત્રી ઉત્સવના આયોજકો અને ખેલૈયાઓની મુશ્કેલી વધારી દીધી છે. હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે ગરબાના રંગમાં ભંગ પડવાની પૂરેપૂરી સંભાવના છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખુલ્લા નવરાત્રીના પંડાલ વરસાદી પાણીમાં તરબોળ થઈ ગયા છે. ખાસ કરીને, લીંબાયત વિસ્તારમાં આવેલા ઝણકાર નવરાત્રી પંડાલમાં પાણી ભરવાની શરૂઆત થઈ જવાના કારણે આયોજકોની ચિંતા વધી છે. પંડાલના પરિસરમાં વરસાદી પાણીનો સંગ્રહ થવા લાગ્યો છે. અને જો વરસાદ આ જ રીતેે ચાલુ રહેશે તો અનેક પંડાલમાં પાણી ભરાવવાની સંભાવના છે.
આગમી બે દિવસ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળશે. હવમાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં રેડ અલર્ટ સાથે સુરત, વલસાડ અને, નવસારીમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તાપી, નર્મદા, ભરૂચ, ડાંગ, દમણ અને દાદર નગર હવેલીમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે અતી ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, દાહોદ, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો આવતીકાલે સૌરાષ્ટ્રમાં અમરેલી, દીવ અને ગીર સોમનાથમાં રેડ અલર્ટ સાથે અત્યન્ત ભારે વરસાદ રહેશે. રાજકોટ, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. ત્રીજા દિવસે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. વલસાડ અને 144.6 mm ડાંગ અને દમણ દાદરા નગર હવેલીમાં સૌથી વધુ વરસાદ રહ્યો.