બોલિવૂડ પર કપૂર પરિવારનો દબદબો રહ્યો છે ત્યારે આજે કપૂર પરિવારના સિતારા રાજીવ કપૂર નું નિધન થયું છે રાજીવ કપૂર એ વર્ષ 1983માં એક જાન એક હમ ફિલ્મ થી કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારબાદ વર્ષ 1985માં રામ તેરી ગંગા મેલી ફિલ્મને વધુ સફળતા મળી હતી આ ઉપરાંત રાજીવ કપૂર એ આસમાન, લવર બોય,જબરદસ્ત, હમ તો ચાલે પરદેશ જેવી ફિલ્મો માં એક્ટર તરીકે કામગીરી કરી ચૂક્યા છે તથા પ્રોડ્યૂસર તરીકે આ અબ લોટ ચલે , પ્રેમ ગ્રંથ અને હિના ફિલ્મ કરી હતી
રાજીવ કપૂરને હાર્ટ એટેક આવતા તેમનું અવસાન થયું છે અવસાનના સમાચાર મળતા જ ફિલ્મ જગત માં શોકનું મોજું ફરી વળ્યું છે હજુ ગયા વર્ષે જ ઋષિ કપૂરનું કેન્સરથી મૃત્યુ થયું હતું ત્યારે કપૂર પરિવારને વધુ એક આઘાત લાગ્યો છે ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂર એ ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી સમાચાર ની પુષ્ટિ કરી હતી
View this post on Instagram