રાજકોટ : સત્યમ પોઇન્ટ કો-ઓપ. હાઉસિંગ સર્વિસ સોસાયટી મવડીના ફ્લેટ ધારકો દ્વારા સ્માર્ટ મીટરમાં ખામી હોવાથી પી.જી.વી.સી.એલ. કચેરીમાં આવેદનપત્ર અપાયું…
તારીખ 21 જાન્યુઆરીના રોજ સત્યમ પોઇન્ટ કો-ઓપ. હાઉસિંગ સર્વિસ સોસાયટી મવડીના ફ્લેટ ધારકો દ્વારા સ્માર્ટ મીટરમાં ખામી હોવાના કારણે પી.જી.વી.સી.એલ. કોર્પોરેટ ઓફિસ રાજકોટમાં જે. એલ. શાહને આવેદનપત્ર આપ્યું છે. જેમાં સોસાયટીના રહીશોનું કહેવું છે કે સત્યમ પોઇન્ટ કોપરેટીવ હાઉસિંગ સર્વિસ સોસાયટી દ્વારા 11. 86 કેવીનું અદાણી કંપનીનું રૂફટોપ સોલાર લગાવવામાં આવ્યું હતું. સોલરમાંથી જે વીજળી ઉત્પન્ન થાય છે તેના યુનિટ તથા તેઓના વપરાશના યુનિટમાં ઘણો ફેરફાર આવેલો છે. જેમકે તેઓને 45 યુનિટનો વપરાશ થાય છે, તેની સામે તેઓએ 11.86 k.v. અદાણી રૂફટોપ સોલાર ઇન્વોલ કર્યો છે. તેઓનું પર-ડે રુફટોપ જનરેશન 60 થી 65 યુનિટ છે. તેમજ તેઓનો કોમન યુનિટ વપરાશ દિવસ રાત બંનેનો 40 થી 45 યુનિટ છે.
આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી સોસાયટીના રહીશોનું કહેવું છે કે, જે રૂફટોપ સોલાર દ્વારા પર-ડે જે જનરેટ થાય છે તેની સામે તેઓનો કોમન વપરાશ ઓછો હોવા છતાં પીજીવીસીએલ દ્વારા રૂપિયા 14497નું વીજ બિલ આપવામાં આવ્યું છે. જેથી વીજબિલ બાબતે સોસાયટીના રહીશોને સ્માર્ટ મીટરમાં કોઈ ટેકનીકલ ખામી સર્જાયેલી જણાય છે અથવા તો સ્માર્ટ મીટર ગ્રાહકોને નુકસાન કરતું હોય તેવું જણાતું હોવાથી તમામ વીજ ગ્રાહકો દ્વારા પીજીવીસીએલ કચેરીમાં લેખિતમાં અરજી અપાઈ. આ અરજીને ધ્યાને લઈ ઝડપથી તેનું નિવારણ આવે તેવું સત્યમ પોઇન્ટ કોઓપરેટિવ હાઉસિંગ સર્વિસના વીજ ગ્રાહકોની માંગ છે.







