રાજકોટ : પરમેશ્વર સેવા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શિક્ષણમંત્રીના જન્મદિવસની કરાઈ અનોખી ઉજવણી…
જન્મદિવસની ઉજવણી હાલ લોકો પાર્ટી કરીને અથવા તો ક્યાંક ફરવા જઇએ કરતા અલગ અલગ રીતે કરતા હોય છે. ત્યારે પરમેશ્વર સેવા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી
શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા જન્મ દિવસ નિમિતે ૧૬૦ બાળકો નાસ્તો કરાવ્યો હતો.
રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાનો ગઈકાલે જન્મદિવસ હતો. પ્રફુલ પાનસેરીયા રાજ્યના શિક્ષણ માટે અનેકવિધ સારા નિર્ણયો લીધા છે ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનસેરિયાનાં જન્મ દિવસની રાજકોટમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજકોટના કુવાડવા ગામમાં આવેલ નિવાસી પ્રાથમિક સ્કુલમાં અભ્યાસ કરતા ૧૬૦ છોકરા ઓને નાસ્તો કરવામાં આવ્યો હતો.
પ્રફુલ પાનસેરીયા ના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ નિમિત્તે પરમેશ્વર સેવા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ કપિલ વેગડા, રાહુલ બહુકિયા હાજર રહ્યા હતા અને બાળકોને નાસ્તો કરાવી તેમ ટ્રસ્ટના અજયભાઈએ જણાવ્યું હતું…..