અમદાવાદમાં 14મી ઓક્ટોમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વૉલ્ટેજ મેચ રમવાની છે. લોકોમાં આ મેચને નિહાળવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોનો જુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. પાકિસ્તાનની ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી છે ત્યારે રાજકોટની જનતા મેચ નિહાળી શકે તે માટે મનપા દ્વારા અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારત પાકિસ્તાન મેચનું નિહાળવાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં ચાર સ્થળો પર LED સ્ક્રિનની મદદથી ભારત-પાકિસ્તાનનો મેચનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. શહેરના કિશાનપરા ચોક, પેડક રોડ, પાણીના ઘોડા પાસે, સોરઠીયાવાડી સર્કલ,મવડી ચોકડી ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે.
બન્ને ટીમોએ બે બે મેચ જીત્યા
ભારત અને પાકિસ્તાન બન્ને ટીમ 2-2 મેચ જીતીને અમદાવાદ પહોંચી છે. લોકો મેચને નિહાળવા માટે દૂર-દૂરથી અમદાવાદ પહોંચ્યા છે. આ ઉપરાંત આ મેચ નિહાળવા માટે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયાના ખેલાડી શનિવારે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર મેચ માટે અમદાવાદ પહોંચી ગયા છે. ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદમાં આઇટીસી નર્મદા હોટલ ખાતે રોકાણ કર્યું છે.







