દાદરી જિલ્લાના બલાલી ગામે દ્રોણાચાર્ય એવોર્ડ કુસ્તીબાજ મહાવીર ફોગટ સંચાલિત રેસલિંગ એકેડમીમાં તાલીમ લેનાર 17 વર્ષીય કુસ્તીબાજ રીતિકા ફોગટ પોતાને ફાંસી લગાવી આત્મહત્યા કરી છે. સ્ત્રી કુસ્તીબાજ રીતિકા દંગલ ગર્લ ગીતા અને બબીતા ફોગટની મામાની દીકરી બહેન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રીતિકા ભરતપુરમાં રેસલિંગની ફાઈનલ હારી ગઈ હતી.જેને કારણભૂત આ પગલું ભર્યું છે તેમ માનવમાં આવે છે . પોલીસે દાદરીની સરકારી હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું .
રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના જેતાપુર ગામની રહેવાસી રીતિકા છેલ્લા પાંચ વર્ષથી તેના સબંધી મહાવીર ફોગટ સંચાલિત એકેડમીમાં તાલીમ લઈ રહી હતી. તેમણે 12 થી 14 માર્ચ દરમિયાન રાજસ્થાનના ભરતપુરમાં રાજ્ય કક્ષાની સબ-જુનિયર રેસલિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. અને અંતિમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો . જેના કારણે તે આઘાતમાં હતી અને રીતિકાએ 15 માર્ચની મોડી રાત્રે ગામ બલાલીમાં મહાવીર ફોગટના ઘરે રૂમમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
ગીતા ફોગટ એ ટ્વિટ કરી રિતિકાને શ્રદ્ધાંજલી પાઠવી છે
भगवान मेरी छोटी बहन मेरे मामा की लड़की रितिका की आत्मा को शांति दे। मेरे परिवार के लिए बहुत ही दुख की घड़ी है। रितिका बहुत ही होनहार पहलवान थी पता नहीं क्यों उसने ऐसा कदम उठाया। हार-जीत खिलाड़ी के जीवन का हिस्सा होता है हमें ऐसा कोई क़दम नहीं उठाना चाहिये 🙏😢 pic.twitter.com/RQFhM1jVpi
— geeta phogat (@geeta_phogat) March 18, 2021