ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ગઈ, CM ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવાયા છે. નવા મંત્રીમંડળમાં CM સહિત 8 પાટીદાર, 8 OBC, 3 SC અને 4 STનો સમાવેશ થાય છે. જેમાં 3 મહિલા પણ શપથ લેશે. ગુજરાત સરકારના મંત્રીમંડળને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મંત્રીમંડળ વિસ્તરણમાં સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળી રહ્યો છે, જેમાં આઠ ધારાસભ્યોને શપથ માટે ફોન આવ્યો છે.
ગુજરાત સરકારના નવા મંત્રીમંડળનું ચિત્ર ધીરે ધીરે સપષ્ટ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 20 ધારાસભ્યોને ફોન આવ્યા છે, જેમાંથી છ મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે 20 નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. આ વખતે પણ મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળી રહ્યો છે.
ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્ર હંમૈશા એપિસેન્ટર રહ્યું છે. સૌરાષ્ટ્રમાંથી જે ધારાસભ્યોને ફોન આવ્યો છે તેમાં પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી,કૌશિક વેકરિયા ,કાંતિ અમૃતિયા,રીવાબા જાડેજા,પ્રદ્યુમન વાજાનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાંથી જ્ઞાતિ આધારિત સમીકરણની વાત કરીએ તો ત્રણ ઓબીસી બે લેઉવા પટેલ એક કડવા પટેલ તેમજ એક ક્ષત્રિય સમાજ તેમજ એક દલિત સમાજમાથી સ્થાન આપવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ થોડીવારમાં શરુ થશે.
અગાઉ 2022ની વિધાનસભા ચૂંટણી પછી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં સૌરાષ્ટ્રના પાંચ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. જેમાં રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, મૂળુ બેરા અને ભાનુબેન બાબરિયા કેબિનેટ મંત્રી હતા. આ ઉપરાંત પરશોત્તમ સોલંકીને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા.
સાંજે 4 કલાકે કેબિનેટ બેઠકનું આયોજન, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં નવા મંત્રીઓના શપથ સમારોહનું આયોજન, 25 ધારાસભ્યો મંત્રી બને તેવી શક્યતા, ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં મંત્રીઓ સંભાળશે ચાર્જ, અમુક મંત્રી દિવાળી પછી સાતમના દિવસે ચાર્જ સંભાળે તેવી શક્યતા છે.