તહેવારો દરમિયાન અમરેલી જિલ્લામાં પર્યટકોનો આવરો જાવરો સતત વધી રહ્યો છે. આ દરમિયાન ધારી તાલુકાના સરસીયા માંથી ગીર તુલસીશ્યામ,ઉના અને દીવ નો મુખ્ય રોડ પસાર થતો હોવાથી અને હાલ અનેક પ્રવાસીઓ પસાર થઈ રહ્યા છે. ત્યારે અહી પશુ સાથે અકસ્માત સર્જાય તેવી ભીતિ હતી. ત્યારે સરસિયાના વતનનું રતન એવા જીતુભાઈ શેલડીયા દ્વારા એક અનોખી મુહિમ ચલાવવામાં આવી છે. જેમાં ગાયોના ગળામાં રીફ્લેક્ટર બેલ્ટ બાંધવામાં આવી રહ્યા છે.

સરસીયા માંથી ગીર તુલસીશ્યામ,ઉના અને દીવ નો મુખ્ય રોડ પસાર થતો હોવાથી અને દિવાળી વેકેશન દરમિયાન ખુબ મોટી સંખ્યા માં પ્રવાસીઓ પસાર થતા હોઈ રોડ વચ્ચે બેસી રહેતી બિનવારસી ગાયો ક્યારેક મોટો અકસ્માત સર્જી શકે છે આવી કોઈ દુર્ઘટના નહિ બને તેવા શુભ આશયથી ગાયોના ગળા માં રીફ્લેક્ટર બેલ્ટ માલધારી સમાજ ના યુવાનો તેમજ મિત્રો ની મદદ થી લાગવા માં આવ્યા.

લોકોને કરી આ અપીલ
આ સાથે જીતુભાઈ શેલડીયા દ્વારા સરસિયાથી પસાર થતાં લોકોને અને વાહન ચાલકોને વિનંતી કારવમાં આવી છે કે, વાહન ગ્રામ્ય વિસ્તાર માંથી પસાર થતા રોડ રસ્તા ઓ ઉપર ધીમી ચલાવો. જેથી અકમાત સર્જાતાં અટકાવી શકાય.