ગીર વિસ્તારના ઘરેણાં સમાન સિંહને લગાવવામાં આવેલ રેડિયો કોલર અંગે આજે ગુરુવારે સંસદ માં થોડા સમય પહેલાજ રાજ્યસભામાં ચૂંટાયેલા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા મુદો ઉઠાવવામાં આવ્યો હતો જેમાં 2.5 કિલોગ્રામના રેડિયો કોલર ને સિંહોના ગાળામાં લગાવામાં આવ્યા છે તેને હટાવવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે જણાવ્યુ હતું કે, રેડિયો કોલર લગાવેલા 25% સિંહોના અવસાન થયા છે. એક જ ગ્રુપના 3-3 સિંહોને આ રેડિયો કોલર લગાવવા માં આવ્યા છે જેમનું કોઈ તારણ ન હોય શકે. ત્યારે શક્તિસિંહ ગોહિલ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ અવૈજ્ઞાનિક રીતે જે કામ થયું છે તેના પર ક્રિમિનલ કેસ કરવામાં આવે અને કડક હાથે કામ કરવામાં આવે તથા સિંહોને રેડિયો કોલર થી મુક્ત કરવામાં આવે.