એક તરફ રાજ્યમાં ભારે વરસાદથી ખેડૂતોને પાકમાં ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યારે બીજી તરફ હવે ખેડૂતો ફરી એક વખત પાક લેવા માટે રવિ પાકનું વાવેતર કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન ખેડૂતોને DAP ખાતર ન મળતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે પ્રતાપ દૂધાતે કૃષિમંત્રીને પત્ર પાઠવીને વિનંતી અને કટાક્ષ કરી ખાતરની માંગ પૂરી કરવા જણાવ્યું છે.
પ્રતાપ દૂધયતે કહ્યું કે, અમરેલી જિલ્લો ખેતી પર નિર્ભર જિલ્લો છે. જેમાં ખેડૂત અને ખેતીકામ કરતા તમમાં આ ખેતી પર પોતાના પરિવાર નું નિર્વાહ ચાલવી રહ્યા છે, ત્યારે શિયાળાની ઋતુ માં અમરેલી જિલ્લા માં ખેડૂતો દ્વારા શિયાળુ પાક ચણા,ઘઉં, ડુંગળી નું વાવેતર કરવું છે, પરંતુ અમરેલી જિલ્લા માં ડીએપી ખાતર મળી રહ્યું નથી.
ખાતર વગર વાવેતર થઈ શકે તેમ નથી, ખેડૂતો ની મુશ્કેલીઓ વધી રહી છે ખેડૂતો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લા ને અતિવૃષ્ટિ ની કૃષિ સહાય પેકેજ પણ મળેલ નથી. ખેડૂતોની હાલત દિન પ્રતિદિન કફોડી બની રહી છે, ખેડૂતો પર કુદરતી, આકસ્મિક આફતો આવતી હોય છે તેમ છતાં આ તાત હિમત હાર્યા વગર પોતાની ખેતી કરી રહ્યો છે, પણ ખાતર, બિયારણ, જેવી આવશ્યકતા મુજબ તેમને મળતું નથી તેમના કારણે ખેડૂત તેમની ખેતી કરવામાં ખુબજ મુશ્કેલીઓ વેઠી રહ્યો છે, ત્યારે અમારા અમરેલી જિલ્લા પ્રત્યે રહેમદ્રષ્ટિ રાખી ડીએપી ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવા બન્ને હાથ જોડી નમ્ર વિનંતી કરવામાં આવી છે.







