રૂપેશ રૂપારેલીયા- બગસરા/ બગસરા શહેરમા જૈન પાંજરાપોળ ખાતે રંગોત્સવ અંતર્ગત અને હોળાષ્ટકના પાવનપર્વ પર મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીના જીવન ચરિત્રનુ શ્રવણ કરવાના દિવ્ય અવસર પ્રાપ્ત થાય તે માટે જુના સ્વામિનારાયણ મંદિર સમસ્ત ટ્રષ્ટિ મંડળ દ્વારા શ્રીરામચરિત માનસ કથાનુ આયોજન કરવામાં આવ્યું છે.

તા ૨૨/૨ થી તા.૩/૩ સુધી બગસરા જૈન પાંજરાપોળ કુંકાવાવ નાકા અમરેલી રોડ પર વક્તા પૂ.શ્રીવિવેકસ્વરૂપ સ્વામીના સ્વંકંઠે સંગીતમય શૈલીમા કથાનુ રસપાન રાત્રીના૮.૩૦થી ૧૧.૩૦ કલાક સુધી કરાવવામા આવે છે.

આ કથાની પોથીયાત્રા બગસરા પાલિકાના પ્રમુખ રિબડીયાના નિવાસસ્થાનેથી પ્રસ્થાન થઈ હતી જે શહેરના માર્ગો પરથી પસાર થઈ કથા સ્થળે પહોંચી હતી આ પોથી યાત્રા માં બગસરા ના સંતો મહંતો રાજકીય સામાજિક સહકાર ક્ષેત્ર ના તેમજ ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી આ કથામા આવતા તમામ પ્રસંગો ધામધૂમથી ઊજવવામા આવશે