અમરેલી જીલ્લો અને ભાવનગર જીલ્લા રેન્જમાં ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા માત્ર 10 દિવસમાં ત્રીજી મોટી દારૂ રેડ હાથ ધરવામાં આવી છે. સતત કાર્યવાહીથી જિલ્લામાં હલચલ મચી ગઈ છે.

રાજુલા તાલુકાના ભચાદર ગામ નજીક દારૂનું કટિંગ ઝડપાયું

રાજુલા તાલુકાના ભચાદર ગામ નજીક ઈંગ્લીશ દારૂનું મોટું કટિંગ ઝડપાયું. હોળી-ધુળેટી તહેવારને ધ્યાનમાં રાખી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો

ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ આર.કે. કરમટાની ટીમે Pપીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ દરોડો પાડ્યો. દારૂનું કટિંગ થાય તે પહેલાં જ ટીમે ટ્રક ઝડપી લીધો.

1 ઝડપાયો, 8 ફરાર
ટ્રકનો ડ્રાઇવર ઝડપાયો
8 આરોપી ફરાર

પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ
જિલ્લા પોલીસ તંત્રમાં સન્નાટો વ્યાપી ગયો છે અને આ મામલે આંતરિક તપાસની પણ ચર્ચા ચાલી રહી છે.
15,178 બોટલ સાથે 68.65 લાખનો મુદામાલ જપ્ત
વિવિધ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 15,178 બોટલ
બોલેરો ટ્રક સહિત કુલ ₹68,65,710નો મુદામાલ જપ્ત

પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન
બોટાદ જીલ્લા બાદ હવે અમરેલી જિલ્લામાં દારૂનું દુષણ વધતા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોમાં પણ ચર્ચા છે કે સતત દારૂની હેરફેર કેવી રીતે થઈ રહી છે?