રાજ્યમાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી હોય તેવો માહોલ ફરી એકવાર છવાયો હોય. જો કે નૈઋત્યના ચોમાસાએ દેશભરમાંથી વિદાય લઈ લીધી છે. પરંતુ હાલ લોકલ કન્વેક્શનને કારણે અને ભેજનું પ્રમાણ વધારે હોવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના અલગ અલગ ભાગમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ પડે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જિલ્લાઓમાં વરસાદે ઉભા પાકનો વિનાશ વેર્યો છે. આ સાથે અમદાવાદ શહેરમાં પણ આજે વહેલી સવારથી જ ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવા સહિત કેટલાક વિસ્તારમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. લોકલ ક્ન્વકશનના વરસાદ આવશે તેવુ હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે જ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે…. રાજ્યમાં હજુ આગામી 48 કલાક સુધી દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે..
દેશના ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અનેક રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMDએ ભારે પવન સાથે મુંબઈ, ઠાણે, પાલઘર અને દક્ષિણ કોંકણમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે.હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને કન્ડેક્ટિવ એક્ટિવિટીના કારણે ફરી વરસાદી સિસ્ટમો એક્ટીવ થઈ હોવાનું પણ જણાવ્યું છે. વરસાદી આંકડાઓની વાત કરીએ તો રવિવારે ગુજરાતના 58 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને દ્વારકામાં વરસ્યો વરસાદ હતો. આજે પણ અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહી છે. અમેરિકાથી લઈને અમદાવાદ સુધી વાતાવરણમાં એવા પલટા આવી રહ્યાં છે કે, ઠંડીમાં ગરમી અને ગરમીમાં વરસાદ એવું અનુભવાય છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે ભયંકર છે. તેમણે છેક 2027 સુધીની આગાહી કરીને કહ્યું કે,આગામી દસકો વધુ ખરાબ હશે.







