કડકડતી ઠંડીમાં ઘરે બારી બારણાં બંધ કરીયે તો પણ ઠંડી લાગે છે ત્યારે જેમની પાસે ઘર નથી અને રસ્તા પર સુવે છે તે લોકોની શું હાલત થતી હશે? આ વિચાર થી રાજકોટના કર્મા ફાઉંડેશન દ્વારા રાજકોટ શહેરમાં સેવાનું ઝજણું વહેતું મુક્યૂ છે, કર્મા ફાઉંડેશન દ્વારા રાજકોટના કોઈ પણ વિસ્તાર માં ગમે ત્યાં ઠંડી માં ઓઢયા વગર કોઈ વ્યક્તિ સૂતા દેખાઈ અથવા તો જરૂરિયાત મંદ પરિવારની જાણ મળે તો તેમને ઠંડી થી બચવા માટે ધાબળનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત રાજકોટના લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈ વ્યક્તિ ઓઢયા વગર સૂતા હોય તો 91579 03082 નંબર પર જાણ કરી અને લોકોશન મોકલી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

હાલ રાજકોટ માં રાત્રિ કર્ફુએ હોવાથી કર્મા ફાઉંડેશન દ્વારા સવારે 6 વાગ્યે લોકો ને ધાબળનું વિતરણ કરવા માટે પહોચે છે. આમ તો આ ગ્રુપ દ્વારા છેલ્લા 3 વર્ષ થી આશ્રમ માં સેવા , કપડાં વિતરણ , આનાથ આશ્રમ માં પુસ્તક વિતરણ , સ્લમ વિસ્તાર માં ફૂડ પેકેટનું વિતરણ , બાળકો સાથે ચોકલેટ ડેની ઉજવણી , મકર સંક્રાંતિ પર્વ પર શેરડી, ચીકકી જેવો નાસ્તો બાળકો ને આપવાની કામગીરી કરવામાં આવે છે
રાજકોટમાં સેવાનું ઝજણું વહેતું મૂકનાર કર્મા ફાઉંડેશનની વાત કરવામાં આવે તો આ વર્ષે જ આ નામ થી સેવા શરું કરવામાં આવી છે આ અગાઉ ગ્રુપના સ્દભ્યો દ્વારા લોકસેવા પહોચી વળતાં હતા , હાલ આ વર્ષે કુલ 500 જેટલા ધાબળાનું વિતરણ ફક્ત 2 લોકો દ્વારા કરવામાં આવ્યું છે જે ઉત્તમ વેકરીયા દ્વારા ટીમ News Hotspot ને જણાવવામાં આવ્યું છે