મગ્ર વિશ્વમાં વિન્ડોઝ પર કામ કરતી તમામ IT સિસ્ટમ, કમ્પ્યુટર અને લેપટોપ શુક્રવારે અચાનક બંધ થઈ ગયા. ભારત, ઓસ્ટ્રેલિયા, જર્મની, અમેરિકા, બ્રિટન અને અન્ય દેશો સહિત વિશ્વના ઘણા દેશો આના કારણે પ્રભાવિત થયા છે.
આ કારણે મોટાભાગની એરલાઈન્સ, બેંકો, સ્ટોક એક્સચેન્જ, વિદેશી રેલ્વે સેવાઓ અને મીડિયા હાઉસનું કામકાજ ઠપ થઈ ગયું છે. તેની પાછળનું કારણ કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝની ટેકનિકલ સમસ્યા હોવાનું કહેવાય છે.
બ્રિટનની અગ્રણી ન્યૂઝ ચેનલ સ્કાય ન્યૂઝ પણ આના કારણે પ્રભાવિત થઈ છે અને બંધ થઈ ગઈ છે. “સ્કાય ન્યૂઝ આજે સવારે લાઇવ ટીવી પ્રસારિત કરવામાં અસમર્થ છે, આ સમયે અમે વિક્ષેપ માટે દર્શકોની માફી માંગીએ છીએ,” બ્રોડકાસ્ટરના એક્ઝિક્યુટિવ ચેરમેન ડેવિડ રોડ્સે ટ્વિટર પર જણાવ્યું હતું.
વૈશ્વિક ટેકનિકલ ખામીએ સ્પેનિશ એરપોર્ટ, બ્રિટિશ રેલ સેવાઓ, ટર્કિશ એરલાઇન અને ઓસ્ટ્રેલિયન મીડિયા અને બેંકો સહિત વિવિધ દેશોમાં કામગીરીને અસર કરી છે.