ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ટી-20 શ્રેણીનો પ્રારંભ થઇ રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા પ્રમાણે 1.32 લાખની ભીડ એકઠી કરી રેકોર્ડ નોંધાવવાની યોજના હતી. પરંતુ મળતી વિગત અનુસાર ટિકિટ પૂરી ન વેચતા તંત્ર દ્વારા નિર્ણય બદલવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે જ્યારે  GCA (ગુજરાત ક્રિકેટ એસોસિએશન ) અંતિમ ક્ષણે જાહેર કરવામાં આવ્યું કે કોરોના મહામારી ના કારણે આ સ્ટેડિયમ માં ફક્ત 50% જ બેઠક ની ક્ષમતાને મંજૂરી આપવામાં આવી છે.

કોરોનાનું સંક્રમણ તો દિન પ્રતિદિન સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સતત વધતું જ હતું પરંતુ અંતિમ ક્ષણે 50% નો નિર્ણય થતાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જોકે સત્તા વાર કેટલી ટિકિટો વેચાણિ છે તેના આંકડા જાહેર કરવામાં નથી આવ્યા ત્યારે અંતિમ ક્ષણે 50 % બેઠક નો નિર્ણય એ પૂર્ણ ટિકિટ ન વેચાવવાનું કારણ પણ હોય શકે છે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે