સમગ્ર ગુજરાતમાં કોરોના પોતાનું સામરાજ્ય ફરી બેઠું કરવા જય રહ્યો છે, ચૂંટણી પત્યા પછી તુરંત જ કોરોનાના કેસ માં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T-20 મેચ રમાઈ રહી છે અને સ્ટેડિયમ પણ ખીચો ખીચ ભરેલ હોય જેમાં સોસિયલ ડિસ્ટન્સની વાત તો દૂર પણ માસ્ક વિના લોકો જોવા મળી રહ્યા હતા ત્યારે લોકો માં પણ આ બાબતે રોષ જોવા મળી રહ્યો હતો .
સામાન્ય લોકો ને પોતાની દુકાનો પર થોડી પણ ભીડ જોવા મળી તો આકરા દંડ ની વસૂલાત કરવામાં આવતી હતી ત્યારે હવે હજારો ની ભીડ માં તંત્ર કેમ ચૂપ? આવા સવાલો વચ્ચે આજે ગુજરાત ક્રિકેટ એસોસીએશન (GCA) દ્વારા આજે દર્શકો વગર જ ઈન્ડિયા – ઈંગ્લેન્ડ T-20 રમાડવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે. તથા દર્શકો એ લીધેલ ટિકિટ ના પૈસા પરત આપવાનું નક્કી કરવામાં આવ્યું છે
અત્રે ઉલ્લેખનિય છે કે 3 દિવસ પહેલા પણ સ્ટેડિયમ ફુલ કરવાના નિર્ણય ને અંતિમ ઘડી એ બદલી અને અડધું સ્ટેડિયમ ખાલી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારે પણ સોશિયલ ડિસ્ટન્સ ફક્ત નામ ખાતર સ્ટેડિયમ માં જોવા મળ્યું હતું.