ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એસ.ટી બસના દૈનિક ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવતા દૈનિક 27 લાખ જેટલા પ્રવાસીઓ પર ભાડા વધારાનો નવો બોજો પડશે. નવા ભાડા આજે મોડી રાતથી જ અમલમાં આવી જશે.

ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેમાં એસટી બસ દ્વારા ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે સામાન્ય માણસના કિસ્સા પર અસર પડવાની શક્યતા છે. આજ રાતે 12 વાગ્યાથી ભાવ વધારો લાગુ થશે. આવતી કાલથી એસટી બસની મુસાફરી મોંઘી થઇ જશે.

ST વધુસુવિધાયુક્ત બનાવવા વધાર્યું ભાડું
એસ.ટી. નિગમની સેવા વધુ સુવિધાયુક્ત બને તેને ધ્યાનમાં લઈને ભાડામાં વધારો કરવાની સત્તા મુજબ, સંચાલક મંડળ દ્વારા 28 માર્ચ એટલે કે આજે મધ્ય રાત્રિથી 10 ટકા ભાડું વધારવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે.

48 કિલોમીટર સુધી 1થી4 રૂપિયાનો ભાવ વધશે
ભાડામાં 48 કિલોમીટર સુધીની મુસાફરીમાં 1 થી 4 રૂપિયાનો ભાવ વધારો થશે. વાર્ષિક 27 લાખ લોકોને આ નિર્ણયની અસર પડશે. કારણ કે વાર્ષિક 27 લાખથી વધારે લોકો એસટીમા મુસાફરી કરે છે. જેમાં 10 લાખ જેટલા લોકો રોજિંદી રીતે એસટી બસમાં 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે.

અગાઉ 1 ઓગસ્ટ 2023થી ગુજરાત એસ.ટી નિગમ દ્વારા નવું ભાડું અમલમાં આવ્યું હતુ. એ સમયે દૈનિક ભાડામાં એકસામટો 25 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. આ સમયે લોકસ બસનું ભાડુ પ્રતિ કિમી 0.64 પૈસાથી વધારીને 0.80 પૈસા, એક્સપ્રેસ બસનું ભાડું 0.68 પૈસાથી વધારીને 0.85 પૈસા, નોન AC સ્લીપરનું ભાડુ 0.62 ટકાથી વધીને 0.77 કરવામાં આવ્યું હતુ