ગુજરાતની જનતા હવે રામભરોસે છે હોસ્પિટલમાં જગ્યા નથી , સ્મશાનમાં લાંબી કતારો છે નથી ઑક્સીજન મળી રહ્યો કે નથી રેમડેસીવીર ઈંજેકશન મળી રહ્યો અને મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ આ બને નેતા ઑ એક બીજા સાથે રહી કામ કરવાના બદલે બને શાબ્દિક યુદ્ધ કરી રહ્યા છે ત્યારે અત્યારે આ કપરા સમયે સ્વ. માધવસિંહ સોલંકી યાદ આવે.
વર્ષ 1983 માં માધવસિંહ સોલંકી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાહત પ્રવૃતિઓમાં સંકલન સમિતિમાં અધ્યક્ષ સ્થાને પોતાના પક્ષના બદલે વિપક્ષ ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઇ જશાભાઇ પટેલને બનાવ્યા અને જનતાની પૂરતી સહાય કરી ત્યારે આજે વિપક્ષ ને સાથે રાખી કામ કરવા ની વાત તો દૂર પરંતુ એક જ પક્ષના બંને નેતા સાથે કામ નથી કરી રહ્યા.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલએ રેમડેસીવીર 5000 ઈંજેશન નો જથ્થો વિના મૂલ્યે આપ્યો જ્યારે સમગ્ર ગુજરાતમાં ક્યાય પણ આ ઈંજેશન નથી મળી રહ્યા આ ઘટના અંગે પૂછતાં મુખ્યમંત્રી રૂપાણી એ જણાવ્યુ કે એ ઈન્જેક્શન ક્યાંથી આવ્યાં એ પાટીલને જ પૂછો સરકારમાંથી એકપણ ઇન્જેક્શન અમે આપ્યું નથી આવું નિવેદન તાજેતરમાં 12 એપ્રિલના રોજ આપ્યુ હતું જ્યારે આજે તારીખ 17 એપ્રિલના રોજ જસદણ-વીંછિયામાં આજે 100 બેડની સુવિધા સાથેની હીરાના કારખાનામાં કોવિડ કેર સેન્ટરનો આજથી પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહ્યા છે. રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચેલા સી.આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બેડ મળતાં નથી અને પરિવારજનોને 30 કલાક સુધી મૃતદેહો મળતા નથી આ સ્થિતિ વિશે મને ખબર નથી. છેલ્લા થોડા દિવસમાં સરકારે જે પગલાં લીધાં છે એનાથી ઝડપથી નિરાકરણ આવી જશે. આમ અત્યારના સમયએ ગુજરાતની જનતા રામભરોસે છે અને નેતાઓ વચ્ચે પણ સંકલન જોવા નથી મળી રહ્યું