કોરોના વાઇરસની પરિસ્થિતિમાં માર્ચ મહિના ના અંત થી સમગ્ર દેશ માં લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે હવે અનલોકની પ્રક્રિયા આખા દેશમાં શરૂ થઈ ચૂકી છે ત્યારે દેશના વિવિધ ધાર્મિક સ્થળો, પર્યટક સ્થળોને પ્રવાસીઑ માટે ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે ત્યારે વિશ્વની સૌથી ઊચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પણ કેટલીક  ગાઈડલાઈન્સના ચૂસ્ત પાલન સાથે 17 ઓક્ટોબરે સાથે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન આ પર્યટક સ્થળ પ્રવાસીઑ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું

જાણો ગાઈડલાઈન્સ

  • કેવડીયા ખાતેની ટિકિટબારીથી ટિકિટ નહીં મળે
  • ઓનલાઈન ટિકિટથી જ મળશે પ્રવેશ
  • રોજ માત્ર 2500 પ્રવાસીઓને અપાશે પ્રવેશ
  • 500 પ્રવાસીને વ્યૂઈંગ ગેલેરીમાં પ્રવેશ અપાશે
  • બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ટિકિટ વેંચાશે
  • જે બે કલાકના સ્લોટની ટિકિટ હશે તેમાં જ પ્રવેશ મળશે