ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL) અત્યંત ખરાબ પ્રદર્શન કરી રહેલી મુંબઈ ઈન્ડિયન્સ(MI)ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ભરોસાપાત્ર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. IPLએ ટ્વીટ કરીને આ જાણકારી આપી.
મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, સૂર્યકુમાર યાદવને ડાબા હાથના ઉપરના ભાગમાં સ્નાયુમાં ઇજા થઈ છે. સૂર્યકુમાર યાદવ (suryakumar yadav) આ સિઝનમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમે તેને આરામ કરવાની સલાહ આપી છે.






