ભારતના સૌથી મોટા બિઝનેસ ગ્રુપ  ટાટા આ વર્ષથી ઇન્ડિયન પ્રીમિયર લીગના ટાઇટલ સ્પોન્સર તરીકે ચીની મોબાઇલ ઉત્પાદક વિવોને બદલવા માટે તૈયાર છે, ઇવેન્ટની ગવર્નિંગ કાઉન્સિલે મંગળવારે મળેલી બેઠકમાં નિર્ણય લીધો હતો.ટાટા જૂથ IPL  ટાઇટલ સ્પોન્સર તરીકે આવી રહ્યું છે. IPLના ચેરમેન બ્રિજેશ પટેલે આ વાતની  પુષ્ટિ કરી છે .

મોબાઇલ કંપની Vivo એ 2018-2022 સુધી ટાઈટલ સ્પોન્સરશિપ અધિકારો માટે રૂ. 2200 કરોડનો સોદો કર્યો હતો પરંતુ 2020માં ભારતીય અને ચીની આર્મી સૈનિકો વચ્ચે ગલવાન વેલી સૈન્ય મુકાબલો પછી, બ્રાન્ડે એક વર્ષ માટે બ્રેક લીધો અને ડ્રીમ11ને 2021 ના ટાઇટલ સ્પોન્સર તરીકે રાખવામા આવ્યું હતું .