રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર એક કાર ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી જતાં 7 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એકની હાલત પણ ગંભીર છે.
હિંમતનગરમાં સહકારી જીન નજીક આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જ્યાં શામળાજી તરફથી અમદાવાદ આવતી કાર ધડાકાભેર એક ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી. જેના લીધે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલમાં એકની હાલત ગંભીર છે જેની સારવાર ચાલી રહી છે.
પાતરા તોડી મૃતદેહ બહાર કઢાયા
અકસ્માત એટલો ગંભીર હતો કે ઈનોવા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારની અંદર લાશો ફસાઈ ગઈ હતી. જેના કારણેગેસ કટરથી કારના પતરાં કાપી લાશોને બહાર કાઢવી પડી હતી.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Youtube ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો







