ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળમાં ફેરબદલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષની નિમણૂકને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન અમિત શાહના ગુજરાત પ્રવાસના પહેલા દિવસે ગુજરાતમાટે રાજકીય સોગઠાં ગોઠવાઈ રહ્યા હોય તેવું જોવા મળ્યું હતું. એક તરફ અચાનક અમિત શાહનું પાટીલના ઘરે ડીનર કરવું અને બીજી તરફ શંકર ચૌધરી ડેરીની ચૂંટણીનું ફોર્મ ભરવા પણ ઊભાન રહ્યા અને અચાનક સુરત પહોંચ્યા. આ સાથે જ રાજકોટમાં બંધબારણે નેતાઓ સાથેની અમિત શાહની બેઠકથી હવે ગુજરાતના રાજકારણમાં કંઈક નવાજૂનીના એંધાણ વર્તાય રહ્યા છે. ત્યારે હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે. ત્યારે દિલ્હીમાં ગુજરાતમાં ફેરબદલ માટે મંજૂરીની મહોર લાગે તો કાઇ નવાઈ નથી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે જય રહ્યા છે. દિલ્હીમાં તેઓ પૂર્વનિર્ધારિત કાર્યક્રમોમાં હાજર રહેશે અને મોડી રાત્રે જ પરત ફરશે. ત્યારે ગઇકાલના કાર્યક્રમો અને આજે દિલ્હીના પ્રવાસથી લાગી રહ્યું છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જેમની ચર્ચાઓ ચાલી રહી છે તે પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળમાં વિસ્તરણ બંનેમાંથી કાઇ નવા જૂની થશે.
આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જઈ રહ્યા છે. તેથી ચર્ચા છે કે, મુખ્યમંત્રી મંત્રીમંડળના ફેરબદલના લિસ્ટને લઈને દિલ્હીમાં ચર્ચા કરશે. આ સાથે જ દિલ્હીથી મંજૂરીની મહોર લાગે તો દિવાળી પહેલા ગુજરાતના રાજકારણમાં બદલાવ જોવા મળી શકે છે. મહરત્વનું છે કે ભાજપ હમેશા સપ્રાઈઝ જ આપી છે ત્યારે હજુ નક્કી ન કહી શકાય કે શું થશે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો