પ્રકાશભાઈ કારીયા, ચલાલા/ તા. 19/11
ચલાલા મા ક્ષત્રિય સમાજ ના આગેવાન અને નગરપાલિકા ના જાગૃત પુર્વ સદસ્ય ચંપુભાઇ અમરુભાઇ ધાધલને ત્યા “તુલસી વિવાહ” નો ધાર્મિક પ્રસંગ ખૂબ જ ભવ્ય અને દિવ્ય રીતે સંતો-મંહતો અને મહાનુભવો ની વિશેષ ઉપસ્થિતિ મા ઉજવાયો હતો.
ચલાલા ના ધાર્મિક સામાજીક મહીલા અગ્રણી સગુણા બહેન ના ભટ્ટ શેરીના આશ્રમેથી ઠાકોરજી ની રૂડી જાને ડી.જે. ઢોલ..શરણાયુ..સાથે વાજતે..ગાજતે..રાસ ગરબાની રમઝટ અને ફટાકડાની આતશબાજી.. ઠાકોરજી ના ગગનભેદી જયધોષ..સાથે ધાર્મિક માહોલ મા પ્રસ્થાન કર્યુ હતુ.
વાજતે ગાજતે આવેલી ઠાકોરજી ની જાજેરી જાન નુ ધાધલ પરીવારે ઉષ્મા ભેર ભાવથી સ્વાગત સન્માન કર્યુ હતુ. શાસત્રીજી લલીત દાદા મહેતાએ શાસત્રોક વીધી થી સંતો મહંતો,મહાજન, મહાનુભાવો અને વિશાળ સંખ્યા મા ભાવિક ભક્તજનો ની ઉપસ્થિતિ મા ધાર્મિક માહોલ મા ઠાકોરજી અને તુલસીમાતા ના અલૌકિક વિવાહ નો અવસર સ્મપન્ન કરાવેલ હતો.
.આ તકે ઉપસ્થિત ચલાલા દાનેવધામ ના મહંત મહારાજ શ્રી વલકુબાપુ, તથા ગાયત્રી સંસ્કાર ધામ ના વડા પૂજ્ય રતિદાદા, ધારાસભ્ય જે.વી. કાકડીયા,નુ ધારી માર્કેટ યાર્ડ ના પુર્વ વાઇસ ચેરમેન મનુભાઇ ધાધલ,ચંપુભાઇ ધાધલ, અનકભાઇ ધાધલ, સંજયભાઈ ધાધલ, પૃથ્વીરાજ ભાઇ ધાધલ, સહીત ધાધલ પરીવારે શાલ ફૂલહાર થી લાગણીસભર સન્માન સ્વાગત કરી આશીર્વાદ સાથે શુભકામનાઓ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
આ તકે રાજકોટ થી બહાદુર ભાઇ માંજરીયા,જાણીતા વકીલ વનરાજભાઇ વાળા,યુવા અગ્રણી સિદ્ધાર્થ ભાઇ ભગત,વિનુભાઇ વાળા,પ્રતાપભાઇ ધારગણી,સહીત ના અગ્રણીઓ ઉપસ્થિત રહી શુભકામનાઓ વ્યક્ત કરી હતી..આ તુલસી વિવાહ પ્રસંગ રંગે ચંગે સ્મપન્ન કરી ધાધલ પરીવારે ધન્યતા અનુભવી હતી.તેમ પ્રકાશ કારીયા એ જણાવેલ.







