રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગે હવે ગરમીને લઈને મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં હજુ ગરમીનું પ્રમાણ વધશે. આગામી પાંચ દિવસ હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. ત્રણ દિવસ યલો અને બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
એપ્રિલ મહિનાની શરૂઆતથી જ આકરી ગરમી પડી રહી છે. ત્યારે હજુ ગરમીથી કોઈ રાહતના સમાચાર નથી મળી રહ્યા. આ દરમિયાન હવામાન વિભાગે આગામી પાંચ દિવસ હિટ વેવની આગાહી કરી છે.
અહી જાહેર કરાયું યલ્લો એલર્ટ
અમદાવાદ સહિત 5 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયુ છે. રાજકોટમાં તાપમાનનો પારો 44 ડિગ્રી રહેવાની શક્યતા છે. અનેક જિલ્લામાં ગરમીનો પારો 41થી 45 સુધી પહોંચવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં ભેજવાળા પવન શરૂ થતા તાપમાનમાં વધારો થશે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો