લીલીયા તાલુકાનાં ગામનાં લોકોની અનોખી પહેલનું મળ્યુ સફળ પરિણામ…
લીલીયા તાલુકાના ગામના લોકોએ એક અનોખી પહેલ કરી છે ગામ લોકોના યથાગ મહેનતનું આજે પરિણામ મળ્યું છે ગામના લોકોએ લોક ફાળો કરીને ત્રણ તળાવો બનાવાયા છે તે સરોવર ઓવરફલો થવાથી ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી છે ત્યારે કેટલો પડ્યો વરસાદ અને ખેડૂતો શું કહે છે જોઈએ આ રિપોર્ટમાં
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકો એ ખારાપાટ વિસ્તારછે અહી ખેડૂતોને પાણીની ખુબજ સમસ્યા રહે છે ત્યારે લીલીયા ગામના લોકોએ એક અનોખી પહેલ કરી છે અને ગામના લોકોએ કમિટી બનાવીને લોકફાળો કરીને ત્રણ ત્રણ તળાવો બનાવ્યા છે યથાગ મહેનતનું ગામના લોકોને આજે પરિણામ મળ્યું છે ત્યારે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પાડતા લીલીયામા તાલુકાના ૧૦ ગામોના જીવાદોરી સમાન ત્રણ ત્રણ સરોવરો છલકાયા છે ત્યારે સરોવર ઓવરફલો થવાથી ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી છે, લીલીયાના ખેડૂતો જણાવી રહ્યા છે કે આ સરોવર થવાથી આસપાસના ગામોને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે વર્ષના બે ત્રણ પાક લઈ શકે છે વાવણી પછી જો વરસાદ ખેચાવે તો પણ તળમાં પાણી હોવાના કારણે પાકને પિયત કરી શકે છે આમ ખેડૂતો ને ખુબજ મોટો ફાયદો આ સરોવરથી થઈ રહ્યો છે.
આમ લીલીયા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ કાલે પડેલા ભારે વરસાદના કારણે લીલીયા તેમજ આસપાસના જળાશયો છલકાયા છે લીલીયાના ૧૦ ગામોના જીવાદોરી સમાન જળાશયો છલકાતા ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે અને લોકોનો આભાર માની રહ્યા છે…