જેની ઠુંમર સહિતની ગુજરાતની મહિલાઓ નાંખશે દિલ્હીમાં ધામા, આ મામલે કરશે આંદોલન
રાહુલ ગાંધીની સાંસદમાં ભાજપને ગુજરાતમાં હરાવવાની ચેલેન્જ બાદ હવે ગુજરાત કોંગ્રેસ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે. આ દરમિયાન હવે મહિલા કોંગ્રેસ પણ હરકતમાં આવ્યું છે. આજે ગુજરાત મહિલા કોંગ્રેસ અધ્યક્ષ જેણીબેન ઠુંમરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા બાદ આંદોલનની મોટી જાહેરાત કરી છે.
અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ભાજપ સરકારે ચૂંટણી વખત માત્ર મોટા મોટા સપનાના બતાવ્યા હતા. જેને લઇને મહિલાઓમાં ભારે નિરાશા જોવા મળી રહે છે. ત્યારે ગુજરાત માં ત્રણ મુદ્દાઓને લઈને મહિલા કોંગ્રેસ દિલ્હી ખાતે જઈને આંદોલન કરશે. આમ હવે મહિલા કોંગ્રેસ પણ ભાજપને ઘેરવાનો મહત્વનો પ્લાન તૈયાર કરી લીધો છે.
ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર જણાવ્યું હતું કે જેમાં રાજકીય ન્યાય માટે 33% મહિલાઓને અનામત સાંસદમાં બિલ પસાર કરવાની વાત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી તેની અમલવારી કરવામાં આવી નથી. સમગ્ર દેશની અંદર મોંઘવારી વધી રહી છે. જેને લઇને મહિલાઓનું પણ બજેટ ખોરવાયું છે સરકાર દ્વારા મહાલક્ષ્મી યોજનાની વાત કરી હતી પરંતુ તેની પણ અમલવારી કરવામાં નથી આવી તો તે યોજાને ઝડપથી અમલમાં લાવીને મહિલાઓને વાર્ષિક 1 લાખની સહાય આપવાની માંગ ગુજરાત કોંગ્રેસ મહિલા દ્વારા કરવામાં આવશે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો






