પ્રકાશ કારીયા-ચલાલા/ ધારાસભ્ય જે.વી.કાકડીયા ના હોમટાઉન ચલાલા નગર પાલીકા મા ધારાસભ્ય જે.વી.કાકડીયા ની ગ્રાન્ટ મા થીજ ખરીદ કરાયેલ વોટરકુલર (Ro સીસ્ટમ સાથેના) મા ધારાસભ્ય જે.વી. કાકડીયા ની મીઠી નજર તળે નગરપાલીકા ના સત્તાધીશો, ચિફ ઓફિસર, અને એન્જીનયર ની મીલીભગત થી મસ મોટો ભષ્ટાચાર થવા હોવાનો આક્ષેપ કરી યોગ્ય તપાસ કરવાની માંગણી ચલાલા નગર પાલીકા ના પુર્વ ઉપ પ્રમુખ અને જાગૃત સદસ્ય જયરાજભાઈ વાળા અને જાગૃત અને લોકપ્રિય સદસ્ય પરેશભાઇ કાથરોટીયા એ ઉગ્ર લેખીત મા માંગણી કરતા નગર પાલીકા મા હડકંપ મચી ગયો છે..સદસ્યશ્રીઓ એ જણાવ્યા મુજબ ચલાલા શહેર ના જુદા વિસ્તારો મા ધારાસભ્ય ની ગ્રાન્ટ માથી વોટરકુલર (Ro) મુકવામા આવેલ છે.
આ વોટરકુલર ખરીદ કરવા માટે ટેન્ડર પ્રોસેસ મા આ ટેન્ડર અમરેલી ની રાહી કન્સ્ટ્રક્શન ને ટેન્ડર લાગ્યુ હતુ..નવાઇ ની વાત તો એ છે કે ધારાસભ્ય જે.વી.કાકડીયા નુ ચલાલા હોમટાઉન હોય,નગર પાલીકા પણ ધારાસભ્ય ના સીધા માર્ગદર્શન અને સીધી દેખરેખ નીચે ચાલતી હોય..ગ્રાન્ટ પણ ધારાસભ્ય એજ ફાળવેલ હોય, તેમ છતા રાહી કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા કુલ નવ વોટરકુલર ISI,અને ISO માર્કા વગર ના તદન હલકી કક્ષા નુ મટીરીયલ્સ વાળા ધાબડી દેવામા આવ્યા છે.
એક બાજુ સરકારશ્રી નો ઉદ્દેશ છે કે બધીજ વસ્તુ ઓ સારી કવોલેટી અને સારી ગુણવત્તા ધરાવતા તેમજ ISI,અને ISO, પ્રમાણિત હોવા જોઈએ..ત્યારે ઉપરોક્ત એજન્સી દ્વારા વોટરકુલર સરકાર માન્ય કોઈ સ્ટાન્ડર્ડ કંમ્પની નુ ના મુકી તદન હલકી કક્ષા નુ મટીરીયલ વાળુ વોટરકુલર મુકવામા આવેલ હોય આ તમામ વોટરકુલર જાહેર જગ્યાએ જાહેર જનતા ના ઉપયોગ માટે મુકવામા આવેલ છે..આ પ્રકાર ની તદન હલકી પ્રકાર ના ગુણવત્તા વાળા વોટરકુલર લાંબા સમય ટકી રહી શકે તેમ ના હોય પ્રજા ના અને સરકાર શ્રી ના પૈસા નો વ્યય થા તો દેખાતો હોય તો આ તમામ બાબતો ને ધ્યાને લઈ આ કામ કરનાર એજન્સીના બીલ નહી ચુકવવા તથા યોગ્ય કાયદાકીય પગલા લેવા જણાવવા મા આવેલ છે..જો એજન્સી બીલ ચુકવાય જાછે તો મસ મોટો ભષ્ટાચાર થવાની પુરી સંભાવના રહેલી છે..મસ મોટો ભષ્ટાચાર અટકાવવા પણ એજન્સી નુ બીલ નહી ચુકવવા અમારી રજુઆત છે.

નગર પાલીકા એ આપેલ વર્કઓડર મુજબ એક વોટરકુલર(ROસાથે)ની કિંમત 75000/- છે..એક વોટરકુલર ની માતબર કિંમત હોવા છતા ISI,ISO, સરકાર માન્ય પ્રમાણિત ના હોય તેવા તદન હલકી કક્ષા ના મુકવામા આવેલ છે..નવાઇ ની વાત તો એ છે કે તદન હલકી કક્ષા ના અને ISI,ISO, પ્રમાણિત વગર ના વોટરકુલર હોવા છતા ચિફ ઓફિસર અને પ્રમુખે શહેર મા જુદા જુદા વિસ્તારો મા મુકાવી ને લોકાર્પણ કરી દિધા છે..એને એજન્સી ના બીલ આપી દેવાની તજવીજ પણચાલુ કરેલ છે..ધારાસભ્ય ની મીઠી નજર તળે ચિફ ઓફિસર પ્રમુખ અને અમુક સદસ્યશ્રીઓ ની મીલીભગત થી મસ મોટો ભષ્ટાચાર કરવાનુ કોંભાડ આચાર્યો હોવાનુ માલુમ પડેછે..પુર્વ ઉપ પ્રમુખ જયરાજભાઇ વાળા અને સદસ્ય પરેશભાઇ કાથરોટીયા ની રજુઆત બાદ એજન્સી નુ બીલ અટકાવી નબળો માલ ધાબડી દીધો છે..તેની કાયદાકીય કાર્યવાહી કરેછે..કે પછી એજન્સી ને બીલ ચુકવીદઇ મસ મોટો ભષ્ટાચાર કરછે..તેની પર લોકો ની નજર કેન્દ્રિત થઈ છે..વિરોધ પક્ષ વગર ની નગર પાલીકા મા સત્તાધીશો મનફાવે તેવા મનધડત બે ફામ નિર્ણયો લઈ રહ્યા હોય.. તેવી લોકો મા ચર્ચાઓ એ જોર પકડ્યુ છે..બે વર્ષ ના વહીવટદાર શાસન પછીસતા મા આવ્યા ને હજુ તો માત્ર એક દોઢ મહીના જેવો સમય થયો છે..ત્યા આવા એક પછી એક ભષ્ટાચાર ના કોંભાડો બહાર આવતા હોવાથી અને સદસ્યશ્રીઓ ની અંદરો અંદર ની હુસાતુસી થી નગરજનો મા ન.પા. ના સત્તાધીશો અને ધારાસભ્ય સામે ભારે નારાજગી જોવા મળી રહેલ છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો







