આજની ફાસ્ટ ફોરવર્ડિંગ લાઈફમાં ફૂડ પણ ફાસ્ટ બની ગયું છે… સાદા સાત્વિક ભોજનનું સ્થાન હવે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ લઈ રહ્યું છે આ દરમિયાન અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં શરૂ થયું છે એક કઢી ખિચડી કોર્નર… જ્યાં સાત્વિક કઢી ખિચડી સાથે થાય છે વિચારોની વહેચણી, જી. હા… વિચારો ની વહેચણી એટલા માટે કે અહી વાંચવા માટે બૂક પણ મળી રહે છે.
અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં આવેલ કઢી ખિચડી કોર્નરની શરૂઆત ખૂબ જ અજીબ ગણી શકાય. આજે ફાસ્ટફૂડના જમાનામાં કઢી ખિચડીનું વહેચાણ કરવું ખૂબ અઘરું છે. પણ કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો… એમ અનેક પડકારો વચ્ચે શરૂ થયું કઢી ખિચડી કોર્નર અને ટૂંક જ સમયમાં મળ્યો એવો જબરો પ્રતિસાદ કે બાળકો,યુવાનો અને વડીલો આજે અહી સાત્વિક કઢી ખિચડી સાથે વિચારોની વહેચણી કરવા પહોંચી જાય છે.
આજે મોબાઈલના યુગમાં લોકોને ફરી પુસ્તક તરફ લઈ જવાનો પ્રીતિબેનનો આ પ્રયાસ ચોક્કસ પણે કામ કરી રહ્યો છે. આવનાર સમયમાં આ નાનું બીજ મોટું વટવૃક્ષ બનશે. પણ આ અનોખો પ્રયાસ અનેક લોકોને શીખ આપશે જ .
News Hotspot ના Ahmedabad જિલ્લાના ગ્રુપમાં એડ થવા અહી ક્લિક કરો







