ગુજરાતમાંથી આ નેતાઓ ને મળશે મોદીના મંત્રીમંડળ સ્થાન, રૂપાલા સહિત આ નેતાના કપાઈ શકે છે પત્તા…

શપથગ્રહણ પહેલા નરેન્દ્ર મોદીએ સંભવિત મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. PM આવાસમાં અનેક સીનિયર અને નવા ચહેરાઓ સાથે મોદીએ બજેઠાક યોજી. શપથ બાદ ત્વરિત કામ પર લાગી જવા પીએમ દ્વારા સુચન કરાયું હતું. નવી NDA સરકારમાં 60થી 65 મંત્રીઓનું જમ્બો મંત્રીમંડળ હશે. આ નવા મંત્રીમંડળમાં 7થી 8 મહિલાઓનો પણ સમાવેશ કરાયો છે. વર્તમાન અનેક મંત્રીઓની બાદબાકી કરાઈ છે. બીજી તરફ ગુજરાતમાંથી પરશોત્તમ રૂપાલા અને દેવુંસિંહના પત્તા કપાઈ શકે.

મોદી મંત્રીમંડળમાં ગુજરાતના 5 સાંસદને સ્થાન મળી શકે છે. ગાંધીનગરના સાંસદ અમિત શાહ મંત્રી બનશે. રાજ્યસભા સાંસદ એસ.જયશંકર મંત્રી બનશે. નવસારીના સાંસદ સી.આર.પાટીલ મંત્રી બનશે. પાટીલ રેકોર્ડબ્રેક 7.50 લાખથી વધુ મતોથી જીત્યા છે. તો પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા પણ ફરી મંત્રી બનશે. નવા મંત્રીમંડળમાં કોળી ચહેરાને ફરી સ્થાન મળી શકે છે. ભાવનગરના સાંસદ નિમુબહેન બાંભણિયા મંત્રી બની શકે છે.

આ સાંસદોનું કપાશે પત્તું 

મોદી સરકારની ગત ટર્મમાં ગુજરાતમાંથી 7 મંત્રી હતા. ત્યારે આ વખતે નવા મંત્રીમંડળમાં 5 ને સ્થાન આપવામાં આવશે. પરશોત્તમ રૂપાલાનું પત્તુ કપાય તે નક્કી છે. ખેડાથી ત્રીજી વખત જીતેલા દેવુસિંહ ચૌહાણની પણ બાદબાકી થશે તેવી કહરચાઓ ચાલી રહી છે.