પ્રવાસીઓનું એક જૂથ ગૂગલ મેપ્સ દ્વારા તેમનો રસ્તો શોધી રહ્યો હતો, પરંતુ આ જૂથ મુશ્કેલીમાં આવી ગયું. હૈદરાબાદથી આવેલા આ લોકો ગૂગલ મેપ્સના કારણે દક્ષિણ કેરળના કુરુપંતારામાં નદીમાં પડ્યા હતા. પોલીસે શનિવારે આ જાણકારી આપી છે.

આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હતી, જ્યારે એક મહિલા સહિત ચાર લોકો અલપ્પુઝા તરફ જઈ રહ્યું હતું. આ વિસ્તારમાં ભારે વરસાદ હોવાથી તેઓ જે માર્ગ પર મુસાફરી કરી રહ્યા હતા તે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. પ્રવાસીઓને તે વિસ્તાર વિશે વધુ જાણકારી ન હતી.

તેથી, તેઓ Google Maps દ્વારા બતાવેલ માર્ગને અનુસરતા હતા . જોકે તેમની કાર નદીમાં પડી હતી. પેટ્રોલિંગ પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી કારમાં સવાર ચારેય લોકોને બચાવી લેવાયા હતા. આ અકસ્માતમાં તેની કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે કારને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પહેલા પણ અકસ્માત થઈ ચૂક્યો છે 
કેરળમાં આ અકસ્માત તેના પ્રકારનો પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ ગૂગલ મેપ્સના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બની ચૂક્યા છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં જ એક કાર અકસ્માતમાં બે ડોક્ટરોના મોત થયા હતા. બંને ગૂગલ મેપ્સ દ્વારા બતાવેલ રૂટ પર ચાલી રહ્યા હતા અને તેમની કાર નદીમાં પડી હતી.

પોલીસે આપી ચેતવણી
આ મામલાઓને જોતા કેરળ પોલીસે ચેતવણી જાહેર કરી છે. પોલીસે ચોમાસાની ઋતુમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવા અંગે લોકોને ચેતવણી આપી છે. જો તમે પણ ગૂગલ મેપ્સનો ઉપયોગ કરો છો અને અજાણ્યા રૂટ પર મુસાફરી કરી રહ્યા છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે.