ભારતના આ ખેલાડીએ કર્યો એક સપ્તાહમાં બીજો ધમાકો, ટેસ્ટ બાદ વનડેમાં પણ કર્યું ડેબ્યૂ
જ્યારે ફાસ્ટ બોલર મુકેશ કુમાર માટે સારા સમાચાર છે. આ એક અઠવાડિયામાં તેણે બીજી વખત બ્લાસ્ટ કર્યો છે. મુકેશ કુમારની આ ડેબ્યૂ વનડે મેચ છે.

નવી દિલ્હી: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચ બાર્બાડોસના બ્રિજટાઉનમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રોહિતે મેચ માટે પ્લેઈંગ-11માં સંજુ સેમસનને સ્થાન આપ્યું નથી. તેની જગ્યાએ ઈશાન કિશનને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે ફાસ્ટ બોલર મુકેશ કુમાર માટે સારા સમાચાર છે. આ એક અઠવાડિયામાં તેણે બીજી વખત બ્લાસ્ટ કર્યો છે. મુકેશ કુમારની આ ડેબ્યૂ વનડે મેચ છે.

આ પહેલા તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. ભારતીય ટીમે 20 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝ સામે સીરિઝની બીજી એટલે કે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. આ મેચની સાથે જ મુકેશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ ડેબ્યુ કર્યું હતું.

મુકેશ માટે આ અઠવાડિયું શાનદાર રહ્યું છે. જોકે, મુકેશ પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં ખાસ કંઈ કરી શક્યો નહોતો. પ્રથમ દાવમાં તેણે 48 રનમાં 2 વિકેટ ઝડપી હતી. જ્યારે બીજી ઈનિંગ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. પરંતુ જે મેચ રમાઈ તેમાં મુકેશ 5 રન આપીને કોઈ વિકેટ લઈ શક્યો નહોતો.

ટેસ્ટ સીરિઝ જીતવાથી વધ્યો ઉત્સાહ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ 2 ટેસ્ટ મેચની સીરિઝ રમાઈ હતી. આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ 1-0થી જીત મેળવી હતી. ટેસ્ટ સીરિઝ જીતવાને કારણે ભારતનો ઉત્સાહ વધુ છે. બીજી તરફ, યજમાન ટીમ ભારતને વનડે સિરીઝમાં ટક્કર આપવાના ઈરાદા સાથે ઉતરી રહી છે. પરંતુ વિન્ડીઝને વન-ડેમાં નબળી માનવામાં આવી રહી છે. કારણ કે તેઓ આ વર્ષે યોજાનાર વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય કરી શક્યા નથી.

પ્રથમ વનડેમાં ભારત-વિન્ડીઝ વચ્ચે પ્લેઇંગ -11

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.

વેસ્ટ ઈન્ડિઝની ટીમ: શાઈ હોપ (wk/c), કાયલ મેયર્સ, બ્રાન્ડોન કિંગ, એલિક એથાનાઝ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, રોમારિયો શેફર્ડ, યાનિક કારિયા, ડોમિનિક ડ્રેક્સ, જેડન સીલ્સ, ગુડાકેશ મોતી.