આજે આઠમુ નોરતું છે ત્યારે આજે મહાગૌરીમાની પુજા કરવામાં આજે છે જાણીએ આજનો મહિમા
માતાજી નો શ્લોક
શ્વેતે વૃષે સમારૂઢા શ્વેતામ્બરધરા શુચિ : |
મદ્રાગૌરી શુભં દદ્યાન્મહાદેવપ્રમોદદા ||
કેવું છે માતાનું સ્વરૂપ
મા દુર્ગા આઠમા શક્તિ સ્વરૂપમાં મહાગૌરી નામે ઓળખાય છે. તેઓ સંપૂર્ણ ગૌરવર્ણના છે. તેમનાં વસ્ત્રો અને આભૂષણો શ્વેત છે. મા મહાગૌરી એ પોતાના પાર્વતીરૂપમાં ભગવાન શંકરને પતિરૂપે મેળવવા માટે કઠોર તપશ્ચર્યા કરી હતી જેથી જેમણે તેમનું આખું શરીર કાળું પડી ગયું હતું. તેમની આવી કઠોર તપશ્ચર્યા થી પ્રસન્ન થઈ ભગવાન શંકરે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી સ્નાન કરાવ્યું. ત્યારે તેમનો વાન ચમકતી વીજળી જેવો ગૌર અને કાંન્તિમાન થયો આથી તેમનું નામ મહાગૌરી પડ્યું. તેમનું વાહન વૃષભ છે. તેમને ચાર હાથ છે. તેમનો ઉપરનો જમણો હાથ અભય વચન આપતો હોય તેવી મુદ્રામાં છે. અને નીચેના જમણા હાથમાં ત્રિશુળ છે. ઉપરના ડાબા હાથમાં ડમરું છે અને નીચેનો હાથ વરદાન આપતો હોય તેવી મુદ્રામાં છે. મા મહાગૌરીની શક્તિ અમોધ અને તુરંત ફળ આપનારી છે. મા મહાગીરીની કૃપાથી મનુષ્યને અલોકિક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. નવરાત્રીમાં આઠમાં દિવસમાં મા મહાગૌરીની પૂજા કરવાનું મહત્વ છે.
માતા ને શું કરવું જોઇએ અર્પણ
મહાગૌરી માતાજને કેળા, ખીર,સાકર,પંચામૃત અર્પણ કરી શકાય છે અને માતાજીને લાડુ પણ અર્પણ કરી શકાય છે.
માતાજીના સ્વરૂપને કયા દેવીઓ સાથે સરખાવી શકાય
માતાજીને પાર્વતી માતાજી અને ઉમિયા માતાજીની સાથે સરખાવી શકાય છે અને બીજા પણ ઘણા નામો છે
માતાજી નુ સ્થાન
અત્યારે કામાખ્યા કામરુપ્રદેશ (હિમાચલ પ્રદેશ)મા છે જ્યા માતાજી બીરાજ માન છે અને ખાસ માતાજીના મંદિર અષ્ટવિધ્યા માટે પ્રસિદ્ધ છે
માતાના પૂજન કરવાથી થતો લાભ
માતાજી નુ પૂજન કરવાથી આઠ દ્વિદ્યા છે શાસ્ત્રીય જેની પ્રાપ્તિ માટે વૈદિક રીતે ભિન્ન ભિન્ન પૂજન કરવાથી અનુષ્ઠાન કરવાથી મનોવાંછીત ફળની પ્રાપ્તિ થાય છે.