નવમા નોરતામા દુર્ગામાતાજીના સિદ્ધિદાત્રી માતા સ્વરૂપને પૂજવામાં આવે છે અણિમા , મહિમા , ગરિમા , લધિમા , પ્રાપ્તિ , પ્રાકામ્ય , ઈશિત્વ અને વશિત્વ આ આઠ સિદ્ધિઓ હોય છે , આ દેવીની સાચા મનથી વિધિ વિધાનથી ઉપાસના આરાધના કરવાથી આ સિદ્ધિઓની પ્રાપ્તિ કરી શકાય છે આ દેવીની કૃપાથી શિવજીનું અર્ધુ શરીર દેવીનું થયું હતું .

 

કેવું છે માતાનું સ્વરૂપ

આ દેવીની જમણી તરફ નીચેવાળા જમણા હાથમાં ચક્ર અને ઉપરના જમણા હાથમાં ગદા ધારણ કરેલા છે . આ દેવીની ડાબી તરફ નીચેવાળા ડાબા હાથમાં શંખ એને ઉપરવાળા ડાબા હાદામાં કમળ પૂષ્પ ધારણ કરેલા છે – આ દેવીની સાધના કરવાથી લૌકિક અને પરલૌક્કિ કામનાઓની પૂર્તિ થાય છે.

 માતાજી નો શ્લોક

સિદ્ધગંધર્વયક્ષાદ્યૈરસુરૈરમરૈરપિ |

સેવ્યમાના સદા ભૂયાત્ સિદ્ધિયા સિદ્ધિદાયિની ||

 માતાના પૂજન કરવાથી થતો લાભ

સિદ્ધિ આપનારી દેવી છે સિદ્ધિદાત્રી, અનુષ્ઠાનથી સિદ્ધિદાત્રીને રીઝવવા જોઈએ સિદ્ધિદાત્રી દેવી સત્ય બોલવાથી પ્રસન્ન થાય છે. આ દેવીના સ્વરૂપને આઠ સિદ્ધિઓના સ્વરુપ સાથે સરખાવી શકાય છે.

માતા ને શું કરવું જોઇએ અર્પણ

માતાજી ને સુખડીનો પ્રસાદ અર્પણ કરી શકાય, ધી, દાડમ પણ અર્પણ કરી શકાય છે.

માતાજી નો મંત્ર

ॐ રિં સિદ્ધિદાત્રી દેવ્યૈ નમઃ

 

આ મંત્ર ની માળા કરવી