આજે ચોથું નોરતું છે ત્યારે આજ ના દિવસે માં કુષ્માંડા માતાજીની પૂજા કરવામાં આવે છે. આદિશક્તિ માં દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે કુષ્માંડા માતા. કુષ્માંડાનો અર્થ જેના ઉદરમાંથી આખુ બહ્માંડ ઉત્પન્ન થયું માતાજીના હાસ્યમાંથી બધી વસ્તુ ઉત્પન્ન થઈ બ્રહ્માંડની પૂર્વ આદિશક્તિ છે. કુષ્માંડ દેવી સૂર્યમંડળના અંદરના ભાગે રહેનારી દેવી, કુષ્માંડા બ્રહ્માંડનું સંચાલન કરનારી દેવી, કુષ્માંડા આખા બ્રહ્માંડને ઉર્જા આપનારી દેવી છે.
કેવું છે કુષ્માંડા માતાનું સ્વરૂપ
આ દેવીને આઠ ભૂજાઓ છે આથી એને અષ્ટભૂજા પણ કહેવામાં આવે છે – એમના સાત હાથોમાં ક્રમશઃ કમંડળ , ધનુષ્ય , બાણ , કમળ પુષ્પ , અમૃતપૂર્ણ કુંભ , ચક્ર અને ગદા છે જ્યારે આઠમા હાથમાં સમગ્ર સિધ્ધીઓ અને નિધિને દેનારી જપમાળા છે – આ દેવીનું વાહન વાઘ છે અને દેવીનું સ્થાન સૂર્યમંડળની ભીતર છે , સૂર્યમંડળની ભીતર રહેવાની શક્તિ એકમાત્ર આ દેવીમાં જ છેઆ દેવીનું શરીરની તેજસ્વીતા અને આભા સૂર્યની માફક દૈદીપ્યમાન છે , આ દેવીના કારણે દસે દિશાઓ પ્રકાશિત છે .
✏️સુરાસંપૂર્ણ ક્લશં રુધિરાપ્લુતમેવ ચ | દધાના હસ્તપદ્માભ્યાં કૂષ્માંડા શુભદાસ્તુ મેં ||
માતાના પૂજન કરવાથી થતો લાભ
બ્રહ્માંડમાં આ દેવીના કારણે પ્રકાશ ફ્લાયેલો છે માતાજીનું પૂજન કરવાથી મેઘા જાગૃત થાય છે બ્રહ્માંડના રહસ્યોની જાણકારી પ્રાપ્ત થાય છે માતાજીનું પૂજન કરવાથી વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે
જાણો કુષ્માંડા માતાજીના સ્વરૂપનો મહિમા::-
કુ એટલે પૃથ્વી કુ એટલે બ્રહ્માંડ, બ્રહ્માંડના સર્વલોકમાં વ્યાપ્ત આ દિવ્યશક્તિ છે આત્મસ્ફુરણા પ્રાપ્ત થાય છે
માતા ને શું કરવું જોઇએ અર્પણ
દેવી કુષ્માંડને કોળાનું બલિદાન અપાય છે કોળામાંથી બનેલી વાનગી , ફળ વગેરે અર્પણ કરવા જોઈએ લાલ અને લીલા રંગના પુષ્પો અર્પણ કરી શકાય
આજનો વિશેષ મંત્ર
રિં કુષ્માંડા દેવ્યૈ નમઃ || આ મંત્રની માળા કરવી .. || અસ્તુ ||