આજે છઠું નોરતું છે ત્યારે આજ ના દિવસે કાત્યાયની માતા ની પૂજા કરવામાં આવે છે. માં શક્તિનું છઠું સ્વરૂપ એટલે કાત્યાયની માતા. આ દેવી વૈદ્યનાથ નામના સ્થળ પર પ્રગટ્યા હતા. કહેવાય છે કે શ્રી કૃષ્ણને પતિ સ્વરૂપે  પામવા માટે વ્રજની ગોપીઓએ આ દેવીની ઉપાસના કરેલી અને આ ઉપાસના કાલિંદી જમુના તટ પર થઈ હતી. આથી જ આ દેવીને વ્રજ ભૂમિની અધિષ્ઠાત્રી દેવી સ્વરૂપે માનવામાં આવે – કાત્ય ગોત્રમાં વિશ્વના પ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયને ભગવતી પરાંબાની કઠોર તપશ્ચર્યા કરી અને વરદાન સ્વરૂપે મા ભગવતી પોતાના ઘેર પુત્રી  સ્વરૂપે  જન્મ ધારણ કરે એ માગ્યું . મા ભગવતી કાત્યાય ઋષિના ઘેર પુત્રી સ્વરૂપે જનમ્યા હેવાથી તેઓ કાત્યાયની દેવી તરીકે ઓળખાયા છે. આ દેવીનું વાહન સિહં છે અને એમની કૃપા થી સમગ્ર કાર્ય નિર્વીઘ્ને પૂર્ણ થાય છે.કાત્યાયની માતાને મોઢેશ્વરી દેવી  અને આશાપુરા દેવી સાથે સરખાવી શકાય છે.

 

કેવું છે કાત્યાયની  માતાનું સ્વરૂપ

કાત્યાયની માતાને ચાર ભુજાઓ છે જેમાં જમણી તરફનો ઉપેરનો હાથ અભયમુદ્રા માં છે તથા નીચે નો હાથ વરમુદ્રામાં છે જ્યારે ડાબી બાજુના ઉપેરના હાથમાં તલવાર અને નીચેનો હાથ કમળથી સુશોભિત છે માતાનું વાહન સિંહ છે .

માતાજી નો શ્લોક

ચંદ્રહાસોજ્વલકરા શાર્દૂલવરવાહના |

કાત્યાયની શુભં દદ્યાદ્દેવી દાનવધાતિની ||

 

માતાના પૂજન કરવાથી થતો લાભ

લગ્નવાંચ્છુકો (લગ્ન કરવાની ઈચ્છા વાળા) માટે ફળ આપનારી આ એકમાત્ર દેવી છે વ્રજની ગોપીઓએ પણ આ માતાજીનું વ્રત કર્યું છે. માનસિક શાંતિ માટે પણ આ દેવી ફળ આપનારી છે. અશુભ તત્વો કે મલિન તત્વોનો ભય રહેતો નથી, ભય ભગાડનારી અને નારાત્મક્તાને દૂર કરનારી દેવી ઘરમાં ઘંટડી વગાડીને કે શંખ વગાડીને પૂજન કરવું.

 

કેવી રીતે કરી શકાય કાત્યાયની માતાની પૂજા

કાત્યાયની દેવીને ધૂપ પ્રિય છે. વિવિધ સુગંધિત ધૂપ માતાજીને અર્પણ કરવા જોઇએ, પુષ્પોની માળા બનાવી સુશોભન કરી અર્પણ કરી શકાય છે.

 

માતા ને શું કરવું જોઇએ અર્પણ

ફળનો પ્રસાદ અને ફળમાંથી બનેલી મિઠાઈનો ભોગ ધરવામાં આવે છે.

 

આજનો મંત્ર

રિં કાત્યાયની દેવ્યૈ  નમઃ ||

આ  મંત્રની માળા કરવી