ગુજરાત રાજ્યની સ્થાપના બાદના 60 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યના 6 ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે જે ગુજરાત માટે ખૂબ ગૌરવની વાત છે . આગામી  23 જુલાઇથી ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેઇમ્સ ર૦ર૧માં ગુજરાતની એકસાથે 6 મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે. જેને લઈ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 6 મહિલાને સ્પોર્ટ્સ ક્ષેત્રે આ વૈશ્વિક સિધ્ધિને પ્રોત્સાહિત કરતા રૂપિયા 10-10 લાખ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતની આ છ દિકરીઓ જેમને  પ્રત્યેકને આ 10  લાખ રૂપિયાની સહાય મળશે જેમાં માના પટેલ સ્વિમિંગમાં, એલા વેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનીસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ભાગ લેશે. ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે ગુજરાતની 6 મહિલા ખેલાડી સ્પર્ધામાં ઉતરશે.