રાજ્યમાં વધુ 10 IAS અધિકારીઓની બદલી, જુઓ લિસ્ટ.. કોને ક્યાં મુકાયા 

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદથી રાજ્યમાં બદલી અને બઢતીનો દોર યથાવત રહ્યો છે. અત્યાર સુધીમાં પોલીસ વિભાગ, પંચાયત વિભાગમાં અનેક અધિકારીઓની બદલી થઈ ચૂકી છે. ત્યારે આજે ગુજરાતના 10 IAS ઓફિસરની બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 10 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

સરકારે IASની બદલીનો ગંજીફો ચીપવાનું ચાલુ રાખ્યું છે. ડૉ રતનકંવર ગઢવીચારણની સાબરકાંઠા કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે. સુજીત કુમારની ભાવનગરના કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે. ગત 31 જુલાઈ 2024ના રોજ ગુજરાતના 18 આઈએએસની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આજે વધુ 10 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ત્યારે આ રહ્યું લિસ્ટ, જોઈ લો કોની બદલી ક્યા કરાઈ છે.

જાણો કોની કોની થઈ ટ્રાન્સફર 

  • રતનકંવર ગઢવીચારણની બદલી સાબરકાંઠા કલેક્ટર તરીકે થઈ
  • સુજીત કુમારને ભાવનગર મનપાના મ્યુનિ. કમિશનર બનાવાયા
  • શ્વેતા તિઓટિયાને GUVNLના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા
  • કે. ડી. લાખાણીને શ્રમ વિભાગના ડાયરેક્ટર બનાવાયા
  • એક. કે. મોદીને નર્મદાના કલેક્ટર બનાવવામાં આવ્યા
  • એન. એન. દવેને વલસાડના કલેક્ટર બનાવાયા
  • એસ. ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર બનાવાયા
  • એન. વી. ઉપાધ્યાયને કો ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રાર બનાવાયા
  • લલિત નારાયણ સિંહ સંધુને સમગ્ર શિક્ષા અભિયાનમાં પોસ્ટિંગ
  • બી. જે. પટેલને ગાંધીનગરના DDO બનાવાયા