ધોરાજીના છાડવાવદર ગામે વીજળી પડતાં બે પશુના મોત…
ગઈકાલે રાજકોટ સાંજે જીલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે અનેક જગ્યાઓ પર વીજળી ગૂલ થઈ ગઈ હતી. સાથે જ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં છાડવાવદર ગામે આજે વીજળી પડતાં બે પશુના મોત થયાની સામે આવ્યું છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં ગઇકાલે વીજળીના કડાકા સાથે ઘોઘમાર વરસાદ વરસ્યો હતો. અનરાધાર વરસાદ વરસતા રાજમાર્ગો ઉપર વરસાદી પાણીની નદી વહી હતી. ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે વીજળી પડવાની ઘટના સામે આવી છે. ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે આજે અંદાજે ૪ કલાકે વીજળી પડતાં ભરવાડ પરબતભાઇ દામજીભાઈ ડાભીના બે પુશુના મોત નીપજ્યાં હતાં. વીજળી પડવાની માહિતી ગામોનો પરબતભાઇને ત્યાં દોડી ગયા હતા. જ્યા એક બળદ સહિત બે પશુના મોત નીપજ્યાં હતાં. જ્યારે પરબતભાઇ અને તેના પરિવારનો બચાવ થયો હતો.