જીવન ની શરૂઆત માં સારા માં સારો ભાગ હોય તો બાળપણ , કેમ કે પછી ની તો જિંદગી દોડ દોડ માં જવાની છે .
વેકેશન પૂરું થયું ! આ શબ્દો સાંભળી નેજ બાળકો માં ફરી સ્કૂલ જવાનો ઉત્સાહ દેખાય છે , બાળકો ની જે નિસ્વાર્થ ભાવના હોય એ બીજે ક્યાંય નઈ દેખાય . સ્કૂલ ચાલુ થય ગય,
જેમ ફૂલ ના બુકે માં રંગબેરંગી ફૂલ ગોઠવાઈ એમ જ સ્કુલો પણ ખિલખિલાટ કરતા બાળકો થી ભરાય ગય.
એક માળી જેમ બગીચા ના ફૂલો ને રોજ પાણી આપી ઉછેરે અને એ ફૂલો સુગંધ થી મહેકી ઉઠે એમ જ ,
શિક્ષકો પણ બાળકો ને જ્ઞાન રૂપી અમૃપ થી સીંચે છે . આમ વરસ પછી વરસ પસાર થાય છે , એમાંથી આગળ જાય બાળકો પોતાની જિંદગી ને સફળ બનાવે છે .
વેકેશન ની કરેલી મોજ મસ્તી પછી પણ બાળકો ને સ્કૂલ જવાનો અલગ ઉત્સાહ હોય છે . નવા ચોપડા નવા યુનિફોર્મ સાથે ફરી એક વરસ ની સવારી ચાલુ થાય છે .
આ સ્કૂલ એક જ એવી જગ્યા છે જ્યાં ભાણિયા પછી વેકેશન આવે છે .બાકી જિંદગી ની આ પથસાડા માં ક્યારેય વેકેશન નથી આવતું .
એટલે જ બાળપણ થી આજ સુધી બે શબ્દો જ વધુ દેખાય,
વેકેશન પડિયું
અને , વેકેશન પૂરું થયું ! .
આલેખન
રૂપલ ધર્મેશભાઈ ગંગાજળિયા
(નિકાવા)