મોદી સરકારની કેન્દ્રીય કેબિનેટે વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી દીધી છે. ત્યારે હવે ભાજપ અગ્રણી વજુભાઇ વાળાએ એક રાષ્ટ્ર એક ચૂંટણી પર પ્રતિક્રિયા આપી છે. વજુભાઈ વાળાએ ખકયું છે કે, એક રાષ્ટ્ર એક ચૂંટણી નિર્ણય આવકારદાયક છે. વર્ષ 1960 પહેલા ધારાસભા અને લોકસભાની ચૂંટણી સાથે જ થતી હતી.

વજુભાઈ વાળાએ એન નેશન વન ઇલેક્શન મામલે કહ્યું કે, એક રાષ્ટ્ર એક ચૂંટણી નિર્ણય આવકારદાયક છે. પ્રજાને એક જ દિવસે બે પ્રતિનિધિ ચુંટવાનો મોકો મળશે. આ સાથે સમયનો બચાવ થશે અને કેન્દ્ર સરકારના ચૂંટણીઓ પાછળના અબજો રૂપિયાના ખર્ચ પણ ઘટશે. વર્ષ 1960 પહેલા ધારાસભા અને લોકસભાની ચૂંટણી સાથે જ થતી હતી.

અગાઉ ક્યારે એક સાથે ચૂંટણી યોજાતી હતી?
આઝાદી પછી પહેલીવાર દેશમાં 1951-52માં ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ લોકસભાની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. આ પછી, 1957, 1962 અને 1967 માં પણ લોકસભા અને રાજ્ય વિધાનસભાની એક સાથે ચૂંટણીઓ યોજાઈ હતી. આ વલણ 1968-69 પછી તૂટી ગયું હતું, કારણ કે કેટલીક એસેમ્બલીઓ વિવિધ કારણોસર વિસર્જન કરવામાં આવી હતી.