શાકભાજી માર્કેટ (જુના દાણાપીઠ – વાંકાનેર) ખાતે સોમવાર તા. 28/9/2020 ની રાત્રીના 9:00 વાગ્યે, ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદા સાહેબના હસ્તે હવેથી 24 કલાકમાં 2 વાર શાકભાજીની હરરાજીની શરૂઆત કરવામાં આવી.
અગાઉ સવારે 5:00 વાગ્યે હરરાજી થતી, હવેથી રાત્રે 9:00 વાગ્યે પણ હરરાજી થશે.જેનાથી કોરોના સંક્રમણ સમયે ભીડ ઓછી થશે, દાણાપીઠ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા થોડી ઓછી થશે, ખેડૂતોને સમયનો વિકલ્પ રહેશે અને ખેડૂતો તથા વેપારીઓને અન્ય યાર્ડમાં માલ લઈ જવાનો પણ વિકલ્પ રહેશે.
આ પ્રસંગે ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી. તેમજ કમિશન એજન્ટ અને વેપારી મિત્રોએ ફટાકડા ફોડી વધામણાં કર્યા.લોકડાઉન સમયે સારી કામગીરી કરવા બદલ શાકભાજી માર્કેટના ચોકીદારોનું સન્માન કરવામાં આવ્યુ.

આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગુલામભાઈ પરાસરા, વાંકાનેર તાલુકા પંચાયતના યુનુસભાઈ શેરસિયા, વાંકાનેર તાલુકા સહકારી સંઘ પ્રમુખ ઇસ્માઇલભાઈ બાદી, વાંકાનેર તાલુકા પ્રોસેસીંગ પ્રમુખ ઈબ્રાહીમભાઈ, મોરબી જિલ્લા પંચાયત સભ્ય હરદેવસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ નવઘણભાઈ મેઘાણી, મોરબી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ સભ્ય બક્ષીભાઈ, મોરબી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ અરવિંદભાઈ અંબાલિયા, રાજકોટ જિલ્લા દૂધ સહકારી સંઘ સભ્ય અબ્દુલભાઈ બાદી, એ.પી.એમ.સી. – વાંકાનેર માજી ચેરમેન શબ્બીરભાઈ મોમીન, એ.પી.એમ.સી. – વાંકાનેર માજી ચેરમેન આહમદભાઈ શેરસીયા, વાંકાનેર વિધાનસભા યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવાળા વગેરે મહાનુભાવો હાજર રહ્યા.
કાર્યક્રમને સફળ બનાવવા એ.પી.એમ.સી. – વાંકાનેરના માજી ચેરમેન રસુલભાઈ કડીવાર તથા ડિરેક્ટરો અલીભાઈબાદી, પરબતભાઈ ડાંગર, ગુલાબભાઈ અને ઉસ્માનભાઈ મરડીયા એ જહેમત ઉઠાવી.
એ.પી.એમ.સી. – વાંકાનેર પૂર્વચેરમેન ઈરફાન પીરઝાદા, વાઇસચેરમેન અશ્વિન મેઘાણી, ડિરેકટર હુસૈનભાઈ ભોરણીયા અને ચેરમેન શકીલપીરઝાદા એ પ્રાસંગિક ઉદબોધન કર્યા.