અશોક મણવર, અમરેલી/ અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિનાં પૂર્વ ચેરમેન વિપુલભાઇ દૂધાત દ્વારા મોટા લીલીયા શહેરમાં આવેલ મામલતદાર કચેરીમાં કાયમી ધોરણે મામલતદારશ્રીની નિમણુંક કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

વિપુલભાઇ દુધાતે જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી લીલીયા શહેરમાં મામલતદારશ્રીની જગ્યા ખાલી પડેલ હોય સરકારશ્રીની અલગ અલગ યોજનાઓ માટે મામલતદારશ્રીની જરૂરિયાત હોય તો વહેલી તકે મામલતદાર કચેરીમાં નિમણુંક આપવા માગ કરવામા આવી છે ત્યારે મામલતદારની ખાલી જગ્યા અન્ય તાલુકાનાં મામલતદારને ચાર્જ સોંપવામાં આવતા તાલુકાનાં લોકોને મામલતદાર કચેરીને લગતા કામ કાજ માટે મુશ્કેલીઓ પડે છે ત્યારે થોડા દિવસોમાં જ વય મર્યાદાથી નિવૃત્ત થતા હોય એવાં જ મામલતદારની નિમણુંક થતી હોય મહેસૂલ વિભાગના અધિકારીઓની સાથે અન્યાય થતો હોય એવું વિપુલભાઇ દુધાત દ્વારા રજૂઆત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી લીલીયા તાલુકામાં કાયમી મામલતદારશ્રીની નિમણુંક કરવા માટે વિપુલભાઇ દુધાતે પત્ર પાઠવીને રજુઆત કરવામાં આવેલ.