વિસાવદર સમગ્ર પંથકમાં વરસાદ નથી ત્યારે વિસાવદર વિસ્તારની તમામ સંસ્થાના લોકો દ્વારા સત્તાધાર આપાગીગાના શરણે વિસાવદર થી સતાધાર પદયાત્રા કરી વહેલાસર વરસાદ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ પદયાત્રામાં વિસાવદર ભેસાણના ધારાસભ્ય હર્ષદ રિબડીયા તેમજ તમામ સંસ્થાના લોકો આગેવાનો તેમજ યુવાનો જોડાયાં હતા અને સતાધાર આપાગીગા ના ચરણોમાં પ્રાર્થના કરી હતી વહેલાસર વરસાદ થાય અને જગતના તાત ખેડુતો વાવણી કરી શકે તેવી આપાગીગા ના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી.