કોરોના કાળ વચ્ચે યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાન સભાની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ રહ્યું છે ત્યારે ટીએમસી ફરી જનાદેશ સ્વીકાર કરી અને સરકાર બનાવવા જઇ રહ્યું છે, પ્રખર ચૂંટણી રનનીતિકાર પ્રશાંત કિશોરએ કરેલ આગાહી મુજબ પશ્ચિમ બંગાળ ની 292 વિધાનસભાની સીટ પૈકી ભાજપ 100 સીટ પણ નહીં આવે એ સાચી પડી છે .

પશ્ચિમ બંગાળની હાઇ વૉલ્ટેજ સીટ ગણાતી નંદિગ્રામ સીટ પર મમતા બેનર્જી એ સુભેંદૂ અધિકારીની કાટે કી ટક્કર થઈ હતી  . પશ્ચિમ બંગાળમાં હજુ મતગણતરી શરૂ છે જેમાં ટીએમસી 210 સીટ પર આગળ છે જ્યારે બીજેપી 80 સીટ પર આગળ છે અત્યાર સુધીમાં જે રુઝાન આવી રહ્યાં છે તેના પરથી સ્પષ્ટ છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર બનશે